મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે


SHARE







મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે

સમગ્ર રાજપૂત સમાજના ઉત્કર્ષ માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કામ કરવામાં આવે છે તેવામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વર્ષ દરમિયાન કરાયેલા બધા કાર્યોની સમીક્ષા કરવા માટે અને નવા વર્ષના કાર્યોના આયોજન માટે દર વર્ષે પ્રદેશ કક્ષાએ અને જીલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવે છે. દરમ્યાન ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ખાતે આગામી તા. 14 ને રવિવારે સવારે 9 થી બપોરના 2 સુધી મોરબી જીલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કર્યું છે.

આ શિબિરમાં પહેલા આવેલા લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ત્યાર બાદ ગત વર્ષના કાર્યોની માહિતી આપીને આગામી વર્ષમાં કરવાના કામોની ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત  યુવા પાંખ અને મહિલા સંઘના કાર્યોની ચર્ચા કરવામાં આવશે ત્યાર બાદ કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તાઓનું નિર્માણ તેના વિષે ડો. જયેન્દ્રસિંહ જાડેજા માર્ગદર્શન આપશે અને ઈતિહાસ જ્ઞાન કસોટી-2025 ના વિજેતાઓનું સન્માન કરશે અને બાદમાં પ્રદેશ ટીમ સાથે પ્રશ્નોતરી, પ્રદેશ હોદેદારોનું માર્ગદર્શન અને દોઢ વાગ્યે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, ઈતિહાસ જ્ઞાન કસોટીના વિજેતાઓને રોકડ ઇનામ મોટા ખીજડીયા વાળા રૂપસિંહ ચંદુભા ઝાલા (મહામંત્રી, ટંકારા તાલુકા ભાજપ ) તરફથી આપવામાં આવશે જેમાં પ્રથમ ક્રમે 5100, બીજા ક્રમે 3100 અને ત્રીજા ક્રમે 2100 ઈનામ આપવામાં આવશે.






Latest News