મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં શહેર યુવા ભાજપ અને એબીવીપી દ્વારા સીડીએસ બીપીન રાવતને નતમસ્તક શ્રદ્ધાંજલી


SHARE







મોરબીમાં શહેર યુવા ભાજપ અને એબીવીપી દ્વારા સીડીએસ બીપીન રાવતને નતમસ્તક શ્રદ્ધાંજલી

દેશના પ્રથમ સીડીએસ બીપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયેલ હોય મોરબીમાં શહેર યુવા ભાજપ અને એબીવીપી દ્વારા પ્રથમ સીડીએસ બીપીન રાવત સહીતના દિવંગતોને કેન્ડલ પ્રગટાવીને નતમસ્તક શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ સીડીએસ બીપીન રાવત તેમના પત્ની મધુલીકા રાવત સહીત ૧૩ લોકોના મોત થયા હોય દેશભરમાં શોકનું મોજુ વ્યાપી ગયુ છે ત્યારે મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યૂ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ શહેર યુવા ભાજપ દ્વારા તમામ દિવંગતોને કેન્ડલ પ્રગટાવીને નતમસ્તકે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.હેલીકોપ્ટર દુર્ઘટનામાં બીપીન રાવત તેમના પત્ની મધુલીકા સહીત ૧૩ લોકોના મોત નિપજયા છે માટે મોરબીમાં એબીવીપી તેમજ યુવા ભાજપની ટીમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.હતી.આ તકે મોરબી શહેર ભાજપ મંત્રી રીષીપભાઇ કૈલા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા, બંને મહામંત્રી વિક્રમભાઈ વાંક તથા યોગીરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકાના ચેરમેન ભાવિકભાઈ જારીયા, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઇ દેસાઇ અને હીતેષભાઇ, મોરબી શહેર યુવા મોરચાના પ્રભારી ડી.ડી જાડેજા, સહપ્રભારી તરૂણભાઈ અઘારા, રાજકોટ જિલ્લા પ્રભારી મહાવીરસિંહ જાડેજા, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય સુખદેવભાઈ દેલવાણીયા, યુવા મોરચાના ઉપપ્રમુખ અજયભાઈ ગરચર, કેયુરભાઈ પંડ્યા, રાહુલભાઈ હુંબલ, અરૂણભાઇ રામાવત, અજયભાઈ કોટક, મિતુલભાઈ ધ્રાંગા તથા મંત્રી મનીષભાઈ કુંભારવાડિયા, શક્તિસિંહ જાડેજા,સિધ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઇ ખાખરીયા, ધવલભાઈ ત્રિવેદી તથા કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી તથા ITSM ઇન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા અને ધ્યાનેશભાઇ રાવલ સહીતનાઓએ હાજર રહી શોકાંજલિ પાઠવી હતી.






Latest News