હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના દીઘડીયા ગામે પરિણીતાને મરવા મજબુર કરવાના કેસમાં પતિ-જેઠાણી સામે ગુનો નોંધાયો


SHARE











હળવદના દીઘડીયા ગામે પરિણીતાના આપઘાત કેસમાં પતિ-જેઠાણી સામે ગુનો નોંધાયો

હળવદના દીઘડીયા ગામે રહેતી પરણીતાને તેણીના બેન્ક એકાઉન્ટમાં પડેલા રૂપિયાથી આણામાં સોનાના ઘરેણા લાવવા માટે તેના પતિ દ્વારા કહેવામાં આવતું હતું અને મૃતક મહિલાના જેઠાણી દ્વારા મૃતકના પતિની ચડામણી કરવામાં આવતી હોવાથી તેને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ અને જેઠાણીની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના રાજગઢ ગામે હાલ રહેતા હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા (19) એ તેના જમાઈ વિઠ્ઠલભાઈ ઉર્ફે વિશાલભાઈ ચતુરભાઈ મકવાણા અને હીરાબેન દિનેશભાઈ મકવાણા રહે.બંને દીઘડીયા તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના બહેન રેખાબેનના લગ્ન થયા બાદ તેણીના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયાથી આણામાં સોનાના ઘરેણા લાવવા માટે થઈને તેના પતિ દ્વારા કહેવામાં આવતું હતું અને તેના માટે ફરિયાદીના બહેનના જેઠાણી હીરાબેન તેઓની ચડામણી કરતા હતા જેથી ફરિયાદીના બહેનને તેના પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને બે દિવસ પહેલા રાત્રિના સમયે ફરિયાદીની બહેન સાથે તેના પતિએ ઝઘડો કર્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેઓએ કંટાળી જઈને તેના ઘરે આપઘાત કરી લીધો હતો જેથી ફરિયાદીના બહેનને મરવા માટે મજબૂર કરનાર તેના પતિ અને જેઠાણી સામે હાલમાં મૃતક મહિલાના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ચંદ્રિકાબેન રાવલ (78) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News