મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જુદીજુદી જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે જુદીજુદી જગ્યાએ ઓવર બ્રિજ બનાવવામાં આવે તેના માટે અને નેશનલ હાઇવે રોડ ઉપર જુદીજુદી જગ્યાએ જંકશન બનાવવામાં આવે તેના માટે મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ ગંભીર છે. જયારે ટ્રાફિકજામ થાય છે. ત્યારે એમ્બ્યુલન્સ, સ્કુલ વાહનો પણ સમયસર પહોચી શકતા નથી જેથી દર્દીઓવિધાર્થીઓ, નગરજનો સહિતના લોકો હેરાન થાય છે જેથી જુદીજુદી જગ્યાઓએ નવા ઓવરબ્રીજ બનાવવા આવે તો મોરબીની ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તેમ છે.

જેમાં ખાસ કરીને શનાળા રોડ પર ઉમિયા સર્કલ, રવાપર ચાર રસ્તા, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, રફાળેશ્વર અને સરતાનપર ચોકડી પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવે અને ભરતનગર, ટીંબડી, લખધીરપુર  રોડ પાસે જંકશન બનાવવામાં આવે તેવી માંગ કરી છે આ ઉપરાંત મચ્છુ નદી  ઉપર સામાકાંઠાને જોડતા અરુણોદયમિલથી ધોળેશ્વર  સમશાન સુધીનો બ્રિજ, જુલતા પુલથી રામઘાટને જોડતો બ્રીજ અને ભડિયાદથી લીલાપર રોડને જોડતો બ્રીજને  પણ બનવવામાં આવે તો મોરબીમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તેમ છે.






Latest News