મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

માળિયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં તલાટી મંત્રીના હસ્તાક્ષરના નમૂના લેતી સીઆઇડી: આરોપી જેલ હવાલે


SHARE











માળિયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં તલાટી મંત્રીના હસ્તાક્ષરના નમૂના લેતી સીઆઇડી: આરોપી જેલ હવાલે

માળીયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીની ટીમ દ્વારા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને માળીયાની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આજે તેને ફરી કોર્ટમાં રજૂ કરીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આરોપી તલાટી મંત્રીએ બોગસ વારસાઈ આંબો બનાવ્યો હતો જેથી તેના હસ્તાક્ષરના નમૂના સીઆઇડીની ટિમ દ્વારા લેવામાં આવેલ છે અને તેને એફએસએલમાં મોકલાવવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલ કે જેઓનું બીમારી સબબ થોડા સમય પહેલા અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત જે મહિલા તેની દીકરી ન હતી તે મહિલાને બોગસ સોગંદનામુ કરીને તેના આધારે મેળવેલ વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તેના આધારે તેઓની ખેતીની જમીનમાં તે મહિલાને વારસદાર બનાવમાં આવી હતી. જે બાબતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ સહિતનાઓની સામે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેની તપાસ રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા ચલાવી રહ્યા છે તેમના દ્વારા આ ગુનામાં બોગસ વારસાઈ આંબો બનાવી આપનારા સરવડ ગામના તત્કાલિન તલાટી મંત્રી ભરતભાઈ દેવજીભાઈ ખોખર (37) રહે.મોરબી વાળની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી. અને માળિયા (મી) ની કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આજે તપાસનીસ અધિકારી દ્વારા આરોપીને માળીયાની કોર્ટમાં રજૂ કરીને કોર્ટના આદેશથી આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે વધુમાં તપાસનીસ અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ આરોપી તલાટી મંત્રી દ્વારા બોગસ વારસાઈ આંબો બનાવી આપવામાં આવેલ છે જેથી તે હાલમાં ખાખરાળા ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હોય ત્યાંથી તેના હસ્તાક્ષરના નમૂના લેવામાં આવેલ છે અને તેને એફએસએલમાં મોકલાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આ ગુનામાં બીજા આરોપીઓ સંડોવાયેલ હોય તેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.






Latest News