મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન


SHARE







આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન

મોરબીમાં જન્માષ્ટમીના તહેવાર અન્વયે લોકોના આનંદ ઉત્સવ માટે આગામી તા 13 થી 17 ઓગસ્ટ દરમિયાન નંદીઘર પંચાસર રોડ ખાતે વિવિધ રાઇડ્સ અને સ્ટોલ્સ સાથે ભવ્ય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

મોરબીના મોજીલા લોકો ઉત્સવ પ્રિય છે. મોરબીમાં વિવિધ તહેવારોની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં નાળા બાળકોથી લઇ વૃદ્ધ નાગરિકો સુધી તમામ આનંદ પ્રમોદ સાથે આપણી સંસ્કૃતિ સાથે પરંપરાગત લોકમેળાનો આનંદ મેળવી શકે તે માટે વિવિધ પ્રકારની રાઈડ્સ અને ખાધ સ્ટોલ સહિત વિવિધ વ્યવસ્થાઓ સાથે મેળો યોજાનાર છે.

મેળા અન્વયે મેળાનું ગ્રાઉન્ડ રાખવા ઈછુકોએ તા 5/8/25 ના રોજ સાંજના 6:00 વાગ્યા સુધીમાં 5,000 રોકડા ભર્યાથી ટેન્ડર ફોર્મ મળશે. ટેન્ડર ફોર્મ મેળવવા માટે રમત ગમત શાખા મોરબી મહાપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે. આઈટેમ એક અને બે મુજબાના ટેન્ડર ફોર્મ સાથે ડિપોઝિટ ડીડી સામે રાખી લેખીત અરજી સીલબંધ કરી જન્માષ્ટમી લોકો મેળો-2025 ના મથાળા સાથે નં તા 5/8/25 ના રોજ સાંજના 6:00 વાગ્યા સુધીમાં રજીસ્ટર એડી અથવા રૂબરૂ પહોંચતા કરવાના રહેશે.

ત્યાર બાદ આવેલ ટેન્ડર્સ શક્ય હશે તો તો તા 6/8/25 ના રોજ સાંજે 3:30 કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતે ખોલવામાં આવશે. અને માન્ય થનાર ટેન્ડરની તા. 7/8/25 ના રોજ સાંજે 4:30 કલાકે જાહેર હરાજી કરવામાં આવશે તેમજ જાહેર હરાજીથી મેળાનું મેદાન ફાળવવામાં આવશે. કોઈપણ ભાવની માંગણી મંજૂર કે ના મંજૂર કરવા અંગેનો હક અને છેલ્લો નિર્ણય મોરબી મહાપાલિકાનો રહેશે. તેવી માહિતી નાયબ કમિશનર પાસેથી જાણવા મળેલ છે.

ઉલેખનીય છેકે, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા મહાપાલિકા લોકમેળાનું આયોજન કરે તેવી માંગણી કરવામાં આવી હતી અને મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ચાલુ વર્ષે લોકમેળાનું આયોજન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ખાનગી મેળામાં કરવામાં આવતી ઉઘાડી લૂંટમાંથી મોરબીના લોકોને મુક્તિ મળશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે. 






Latest News