મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા સાંસદ, ધારાસભ્યો, માજી મંત્રીઓની હાજરીમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે.તેવી જ રીતે આ વખતે પણ સાંસદ, માજી મંત્રી, ધારાસભ્ય સહિતના સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં વિધાર્થીઓને વધુમાં વધુ શિક્ષણ આપવા માટે સહુ કોઈ આગેવાનોએ ટકોર કરી હતી.

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ.ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ એન.જાડેજાના માર્ગદર્શન હેઠળ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વાંકાનેર મહારાણા રાજસાહેબ અને રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા હાજર રહ્યા હતા.તે ઉપરાંત પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ કેબીનેટ મંત્રી આઈ.કે. જાડેજા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ જામનગરથી ધારાસભ્ય રિવાબા જાડેજા, અગ્રણી તેમજ દાતા દિલુભા જાડેજા (જયદીપ કંપની) , દેવ સોલ્ટના પ્રતિનિધી, અશોકસિંંહ (લેકાવાડા), રાજપુત યુવા સંધના નિરૂભા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સરસ્વતી સન્માન સમારોહમાં ધો.૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના કુલ મળીને ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારે રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ આજના ટેક્નોલોજીના યુગમાં સમાજના વિધાર્થીઓને વધુમાં વધુ શિક્ષણ આપવામાં આવે તેવી ટકોર કરી હતી અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં ઘણા વિદ્યાર્થીઓ હાજર ન હોય તેના વાલી શિલ્ડ લેવા માટે આવ્યા હતા.જેથી સમાજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.તેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓએ હાજર રહેવું જોઈએ તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી.

જયારે પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સમયના મહત્વ વિશે ટકોર કરી હતી.તેમજ દરેક સમાજમાં જે સારી બાબતો હોય તેને ગ્રહણ કરીને આપણા સમાજને અનુરૂપ તેનો કેમ ઉપયોગ કરી આગળ વધવુ તે અંગે દ્રષ્ટાંતો સાથે ઉદાહરણો આપ્યા હતા.કાર્યક્રમનું સંચાલન જયરાજસિંહ જાડેજા સહીતનાઓએ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઝાલા તથા મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.ખૂબ મોટી સંખ્યામાં રાજપુત સમાજના ભાઈઓ તથા બહેનો બાળકો સહિત આ સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા.






Latest News