ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડી નજીક રહેતી પરણીતાએ જીવન ટુંકાવ્યુ, તપાસ ચાલુ


SHARE







મોરબીની લીલાપર ચોકડી નજીક આવેલ કારખાનાના કવાર્ટરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીની લીલાપર ચોકડીથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની લીલાપર ચોકડીથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સ્પેનીયા સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રામ દેવ ટુડુ નામના યુવાનની પત્ની રાધારાની (21)કોઈ કારણોસર ઓરડીમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક મહિલાના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો હતો અને તેને સંતાન ન હતા જોકે મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતા ચકુભાઈ મનસુખભાઈ (35) નામના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે આવેલ જેનીસ કપડાના શોરૂમની સામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સનાળા રોડ ઉપર રહેતા આસિફ નૂરમામદભાઈ મકરાણી (7 માસ) અને સુમેરાબેન નૂરમામદભાઈ મકરાણી (26) નામના બે વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News