હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી


SHARE

















પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લાઈટ પાણી રોડ રસ્તા, ગટર વગેરે જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી લોકોમાં રોની લાગણી છે અને ખાસ કરીને છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ચિત્રકૂટ સોસાયટી ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પણ જો પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડતું હોય તો આગામી ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય વિસ્તારમાં નહીં ખુલે અને વિસાવદર વાળી થશે તેવી ચીમકી સાથેના વિડીયો સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

મોરબી મહાનગરપાલિકામાં આવતા શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારને છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ કહેવામાં આવે છે પરંતુ ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારની અંદર રહેતા લોકોને આજની તારીખે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેથી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તેવામાં રવિવારે રાતના સમયે અંદાજે 150 થી 200 જેટલા સોસાયટી વિસ્તારના લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ તેઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેમાં સ્થાનિક લોકોના કહેવા મુજબ 25 વર્ષ કરતાં વધુ સમયથી બીજી કોઈ પાર્ટીનું કાર્યલય ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં ખોલવા દેવામાં આવ્યું નથી અને વન વે ભાજપ તરફ વોટિંગ કરવામાં આવતું હોવાથી આ વિસ્તારને ભાજપનો ગઢ કહેવામા આવે છે તેમ છતાં પણ આ વિસ્તારની અંદર રહેતા લોકોને આજની તારીખે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટરની સુવિધાઓ માટે હાલાકીનો સામનો કરવો પડે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનો ઉકેલાતા નથી જેથી લોકોમાં રોની લાગણી છે અને ખાસ કરીને પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં પણ વિસાવદર વાળી થશે. તેવી ચીમકી વિડીયોના માધ્યમથી સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને જો કામ નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય આ વિસ્તારમાં ખોલવા દેવામાં આવશે નહીં તેવું પણ સ્થાનિક લોકોએ કહ્યું છે.






Latest News