મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ-તાલુકા કોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવા ઝુંબેશ


SHARE







મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ-તાલુકા કોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવા ઝુંબેશ

નાલસા તથા MCPC દ્વારા "મીડિયેશન ફોર ધ નેશન" અન્વયે તા ૧ જુલાઈથી ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા તાલુકા કોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાના પ્રયત્નો કરવાના છે. જે અંતર્ગત લાગુ પડતા કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી નામદાર કોર્ટમાંથી કેસોને મીડિયેશનમાં રિફર કરવાના પ્રયત્ન કરવાના રહેશે

જેથી તમામ પક્ષકારોને જણાવ્યુ છે કે, તેઓના કેસ જો સમાધાન લાયક કેસોમાં આવતા હોય જેવા કે, લગ્ન જીવનની તકરારોને લગતા કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ રીતે સમાધાન થાય અને કેસ સંપૂર્ણપણે પૂર્ણ થાય તે તમામ કેસો મધ્યસ્થીકરણમાં મુકાવવાના પ્રયત્નો કરવા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવાઈ તથા સૂર્યકાંત સાહેબ, કારોબારી અધ્યક્ષ, નાલસા નાઓના માર્ગદર્શન હેઠળ આ કેસોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેથી લોકોના કેસ જે કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાં મીડિયેશનને રિફર કરવા માટે અરજી કરી તે કેસોનો મધ્યસ્થીકરણથી નિકાલ લાવવાના પ્રયત્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે. જેથી મધ્યસ્થીકરણ ઝુંબેશનો વધુમાં વધુ લાભ લેવા મોરબીના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનુની સેવા સતા મંડળના ચેરમેન પી.વી. શ્રીવાસ્તવ તથા જિલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી ડી.એ.પારેખે જણાવ્યુ છે.






Latest News