હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં બીજા માળે આગની મોકડ્રિલ યોજાઈ


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલમાં બીજા માળે આગની મોકડ્રિલ યોજાઈ

મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશનરની હાજરીમાં અત્યંત મહત્વપૂર્ણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીની સિવિલ હોસ્પિટલમાં બીજા માળે આગની ઘટના બની છે અને ૭-૮ કેઝયુલીટી ફસાયેલ હતા તેવો કોલ મોરબી ફાયર કન્ટ્રોલરૂમ ખાતે આપવામાં આવેલ હતો અને ત્યાર બાદ મહાપાલિકાના ફાયર વિભાગની ટિમ દ્વારા તાત્કાલિક પહોચી હતી અને બચાવ રાહતની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યુ હતું કેતાત્કાલિક રેસ્ક્યુ લેડરની મદદથી બીજા માળે ફસાયેલ કુલ ૦૬ કેઝયુલીટી અને હાલે મનપાને સરકાર દ્વારા આપવામાં આવેલ અગ્નિ નિવારણ સેવાઓગુજરાત સરકાર દ્વારા મળેલ ટર્ન ટેબલ લેડરની મદદથી ચોથા માળે ફસાયેલ ૦૨ કેઝયુલીટીને નીચે ઉતારી અને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરેલ હતા. અંતે આ મોકડ્રિલ જાહેર કરતાં હાજર સર્વે એ રાહત મેળવી હતી ત્યાર બાદ મોકડ્રિલ અને રેસ્ક્યુ કામગીરીએ ફાયર બ્રિગેડની સજ્જતા અને આધુનિક સાધનોની ક્ષમતાનું પ્રદર્શન હતું. તેવી માહિતી અધિકારી આપી હતી.






Latest News