મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE













મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના ગોડાઉનમાં પતરા ઉપર કામ કરતા સમયે કોઈ કારણોસર યુવાન નીચે ટકાયો હતો જેથી તેને શરીરે ગંભીર જાઓ થહોવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ એકટીવા સીરામીકની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા સુનિલભાઈ માંગ્યાભાઈ પટેલિયા (19) નામનો યુવાન કારખાનામાં ગોડાઉનના પતરા ઉપર રીપેરીંગ કામ કરતો હતો દરમિયાન તે ઉપરથી અકસ્માતે નીચે પટકાતા યુવાનને શરીરે ગંભીર જાઓ થવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્ની રમીલાબેન સુનિલભાઈ પટેલિયા રહે. હાલ લધીરપુર રોડ એકટીવા સીરામીક લેબર કોલોની મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં ભડિયાદ કાંટા નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં તેરસિંગ ભીમજીભાઈ ઈન્દરીયા (32) નામના યુવાનને ઇજાઓ થયેલ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબી જેતપર રોડે આવેલ પાવળીયારી પાસે આવેલ હોલસરા સીરામીક કારખાના ખાતે રહેતા સંજય કાળીયાભાઈ (23) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News