મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા વૃદ્ધાએ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા મનિષાબેન જયસુખભાઈ રાઠોડ (60) નામના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ચાલુ દરમ્યાન તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની તપાસ કરતાં એમ.પી.ઝાલા સાથે વાતા કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, વૃદ્ધે પોતાની બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હતું જો કે, મૃતકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લેવામાં આવેલ છે.

વાંકાનેરના નવાપરામાં રામકૃષ્ણનગર વાસુકી મંદિર પાસે કન્યાશાળાની બાજુમાં રહેતા જીવણભાઈ દેવજીભાઈ મેસરીયા (46) નામનો યુવાન મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર હસનપર ઓવરબ્રિજ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર અકસ્માત થવાના કારણે તે યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતાં સારવારમાં

મોરબી નજીકના ઘૂટું ગામે ઝૂંપડામાં રહેતા રેખાબેન જોગીભાઈ (23) નામની યુવતીને સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News