મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદમાં જાતે લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનું સારવારમાં મોત


SHARE







હળવદમાં જાતે લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનું સારવારમાં મોત

હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી થોડા દિવસો પહેલા પોતાના લમણે ગોળી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે વેપારીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદમાં રહેતા કિશોરભાઇ ઉર્ફે બકાભાઈ ઠક્કર (60) નામના વેપારીપોતાની રિવોલ્વરથી જાતે પોતાના લમણે થોડા દિવસો પહેલા ગોળી મારી હતી જેથી તેને માથામાં ગોળી લાગતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી કિશોરભાઇને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ અમદાવાદ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે વેપારીનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ જે તે સમયે વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની પાસેથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં તે પોતાની જાતે પોતાના લમણે ગોળી માટે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 






Latest News