મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદ નજીક મંદિરનો રસ્તો પૂછવાના બહાને ખેડૂતને રોકીને 1.22 લાખનું લૂંટ કરનાર અજાણ્યા બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE













હળવદ નજીક મંદિરનો રસ્તો પૂછવાના બહાને ખેડૂતને રોકીને 1.22 લાખનું લૂંટ કરનાર અજાણ્યા બે શખ્સ સામે ગુનો નોંધાયો

ધાંગધ્રાના જીવા ગામે રહેતા ખેડૂત પોતાની ઉપજ હળવદ માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવ્યા હતા અને ત્યાં માલનું વેચાણ કરીને તેઓ રોકડા રૂપિયા લઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં મળેલા બે અજાણ્યા શખ્સ દ્વારા તેઓને ઊભા રાખીને મંદિરનો રસ્તો પૂછવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેઓની પાસેથી રોકડા 1.22 લાખ લૂંટી લેવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે ભોગ બનેલા આધેડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ધાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા અરજણભાઈ રણછોડભાઈ કાચરોલા (50) નામના આધેડે બે અજાણ્યા શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ હળવદ માર્કેટ યાર્ડ ખાતે પોતાની ખેતીની ઉપજ તલનું વેચાણ કરવાં માટે આવ્યા હતા અને તલનું વેચાણ કરીને મળે 1.12 લાખ તેમજ તેઓની પોસે રહેલા રોકડા 10 હજાર રૂપિયા આમ કુલ મળીને 1.22 લાખ લઈને ઘરે જતાં હતા ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસે ગાડી લઈને આવેલા બે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરનો રસ્તો પૂછવાના બહાને તેઓને ઊભા રાખવાના આવ્યા હતા અને ત્યારબાદ ગાડીમાં બેઠેલા બાપુના દર્શન કરવા માટે થઈને ગાડીના ચાલકે કહ્યું હતું જેથી ફરિયાદી તેના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેમને પકડી રાખવામાં આવ્યા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા 1,22,000 પડાવી લેવામાં આવ્યા હતા અને ગાડીમાં ઢસડીને ફરિયાદીને થોડે દૂર સુધી લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ રસ્તા પાસે તેઓને છોડીને ગાડીમાં આવેલા અજાણ્યા બંને શખ્સ નાસી ગયા હતા જે બનાવ સંદર્ભે ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News