મોરબીના મકનસર નજીક બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થવાથી આધેડ મહિલાનું મોત
માળીયા (મી) કચ્છ હાઇવે ઉપર જુદીજુદી બે જગ્યાએ એસટી બસના બે અકસ્માત: બે બસમાં નુકશાન, કોઈ જાનહાનિ નહીં
SHARE








માળીયા (મી) કચ્છ હાઇવે ઉપર જુદીજુદી બે જગ્યાએ એસટી બસના બે અકસ્માત: બે બસમાં નુકશાન, કોઈ જાનહાનિ નહીં
મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર મીઠાના કારખાના તરફ જવાના રસ્તા પાસે અને હરીપર ગામની ગોળાઈ પાસે જુદીજુદી બે જગ્યાએ એસટી બસના બે અકસ્માત થાય હતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ ન હતી જો કે, બંને બનાવમાં એસટી બસમાં નુકશાન થયું હતું જેથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતના જુદાજુદા બે ગુના નોંધાયેલ છે.
મૂળ જૂનાગઢ જિલ્લાના નગીચાણાના રહેવાસી અને એસટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા વિક્રમભાઈ સરમણભાઇ મુછાળ (32)એ ડમ્પર નંબર જીજે 12 વાય 9995 ની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે માળિયા કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર સુરજબારી ચેકપોસ્ટી માળિયા તરફ જવાના રસ્તે મીઠાના કારખાના સામેથી તેઓ પોતાના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 8238 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળના ભાગે જઈ રહેલ ડમ્પર ચાલકે કોઈપણ જાતનું સિગ્નલ બતાવ્યા વગર પોતાના ડમ્પરને બ્રેક કરી હતી જેથી પાછળ આવી રહેલ ફરિયાદીની એસટી બસ આરોપીના ડમ્પરમાં અથડાતા બસનો આગળ તથા પાછળનો કાચ તૂટી ગયેલ છે અને આ બનાવમાં ફરિયાદીને ડાબા પગે ઈજા થયેલ હતી જેથી એસટીના ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
આવી જ રીતે મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હરીપર ગામની ગોળાઈ પાસેથી મહીસાગર જિલ્લાના તલવાડા ગામે રહેતા અને એસટી બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ગમાભાઈ ભલાભાઇ ચૌહાણ (40) પોતાના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 9409 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સુઝુકી સુપર કેરી ગાડી નંબર જીજે 5 સીયું 3371 લઈને પસાર થઇ રહેલા શખ્સે પોતાના હવાલા વાળું વાહન એસટી બસની પાછળના ભાગમાં ડ્રાઇવર સાઇડે અથડાવ્યું હતું જેથી એસટી બસમાં નુકશાન થયું હતું અને સુપર કેરી ગાડીની અંદર જઈ રહેલા બે વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે એસટી બસના ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

