મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થવાથી આધેડ મહિલાનું મોત


SHARE







મોરબીના મકનસર નજીક બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થવાથી આધેડ મહિલાનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર કારખાનાની સામેના ભાગમાં આવેલ કટ્ટ પાસે મહિલા ઊભી હતી ત્યારે બોલેરો પીકપ ગાડીના ચાલકે પોતાની ગાડીને રિવર્સમાં લેતા આધેડ મહિલાને હડફેટે લીધી હતી જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે મહિલાનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગોંડલના રહેવાસી અને હાલમાં વાંકાનેરના જીપરા વિસ્તારમાં સુંદરજીભાઈ વાળી શેરીમાં રહેતા અજયભાઈ ભરતભાઈ સોઢા (23)બોલેરો ગાડી નંબર આરજે 4 જીસી 5350 ના ચાલ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર પેગવીન કારખાના તરફ જવાના રસ્તાની કટ્ટ પાસે તેઓના માતા મંજુબેન ભરતભાઈ સોઢા (55) ઉભા હતા દરમિયાન આરોપીએ પોતાના હવાલા વાળી બોલેરો ગાડી બેફિકરાથી રિવર્સમાં લીધી હતી અને ફરિયાદીના માતાને હડફેટે લીધા હતા ત્યારે ફરિયાદીની માતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાહેરનામાનો ભંગ

મોરબીમાં કબીર ટેકરી વિસ્તારમાં પરપ્રાંતીય માણસોને મકાન ભાડે આપ્યું હતું જેની જાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હતો માટે મકાન માલિક માવજીભાઈ અણદાભાઈ ચાવડા (75) રહે. કબીર ટેકરી વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News