મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામે વડીલો પાર્જિત ખેતીની જમીનમાં ટ્રેક્ટર લઈ જવા બાબતે ભાઈને ભાઈએ મારમાર્યો: બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ


SHARE







હળવદના સુસવાવ ગામે વડીલો પાર્જિત ખેતીની જમીનમાં ટ્રેક્ટર લઈ જવા બાબતે ભાઈને ભાઈએ મારમાર્યો: બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા વૃદ્ધની વડીલો પાર્જિત ખેતીની જમીનમાં જવા માટેનો રસ્તો તેઓના ભાઈના ભાગમાં આવેલા વાડીની જમીનમાંથી નીકળતો હોય તે વાડીના ગેટ પાસેથી ટ્રેક્ટર લઈને વૃદ્ધ જતા હતા ત્યારે ટ્રેક્ટર લઈ જવાની તેને ના પાડી હતી અને તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ વૃદ્ધને તેના ભાઈ અને બે મહિલા ધોકા અને બેટ વડે માથામાં તથા શરીરે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા વીરાભાઇ દુદાભાઈ પીપરોતરા (60) નામના વૃદ્ધે પોતાના ભાઈ સવદાસભાઈ દુદાભાઈ પીપરોતરા, જાજીબેન સવદાસભાઈ પીપરોતરા અને નીતાબેન કમલેશભાઈ પીપરોતરા રહે. સુસવાવ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની વડીલો પાર્જિત જમીન આવેલ છે તે બંને ભાઈને અડધી અડધી ભાગમાં આવેલ છે અને ફરિયાદીની વાડીમાં જવા માટેનો રસ્તો આરોપી સવદાસભાઈની વાડીના ગેટ પાસેથી જાય છે જેથી ફરિયાદી તેમની વાડીના ગેટ પાસેથી ટ્રેક્ટર લઈ જતા હતા ત્યારે તેને ટ્રેક્ટર લઈ જવાની ના પાડી હતી અને તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી અને ત્યારે સવદાસભાઇએ પોતાના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદીને માથાના ભાગે તથા જમણા પડખાના ભાગે માર માર્યો હતો અને જાજીબેને હાથમાં રહેલ ક્રિકેટના બેટ વડે તથા નીતાબેને લાકડાના ધોકા વડે ફરિયાદીને ડાબા હાથના કાંડાના ભાગે, ડાબા પગમાં અને માથાના ભાગે માર માર્યો હતો જેથી ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેને માથાના ભાગે ટાંકા આવ્યા હતા તથા ડાબા હાથના કાંડાના ભાગે અને પગના ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થયેલ છે જેથી ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવારમાં ખસેડાયેલ હતા અને ત્યાર બાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News