મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખીરઈ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોરબીના યુવાનનું મોત


SHARE











માળિયા (મી)ના ખીરઈ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોરબીના યુવાનનું મોત

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો યુવાન માળિયાની તાલુકાના ખીરઈ ગામ પાસે આવેલ કેનાલના પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (40) નામનો યુવાન કોઈ કારણોસર માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામ પાસે આવેલ પાણીની કેનાલમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે મુકેશભાઈ સાગઠીયા લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની માળિયાની સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા વિપુલભાઈ ભીખાભાઈ ગોગરા (29) નામના યુવાનને ખાનપર અને ધુળકોટ વચ્ચે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ પર આવેલ કાલિકા પોર્ટ વિસ્તારમાં રહેતા નવીનભાઈ હરિભાઈ માણેક (62) નામના વૃદ્ધને માર્કો સોસાયટી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ઈજા થઇ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News