મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

અંબાજીથી પરત મોરબી આવતા પરિવારને નડ્યો અકસ્માત: દંપતી-બે બાળકોને ઇજા થતાં સારવારમા


SHARE











અંબાજીથી પરત મોરબી આવતા પરિવારને નડ્યો અકસ્માત: દંપતી-બે બાળકોને ઇજા થતાં સારવારમા

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ટોલનાકાના ગેટ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં દંપતી અને તેના બે બાળકને ઇજા થયેલ હતી જેથી તે ચાર વ્યક્તિઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર રહેતા ધર્મેન્દ્રભાઈ પ્રવીણભાઈ પરમાર (43), ચેતનાબેન ધર્મેન્દ્રભાઈ પરમાર (43), વૈભવી ધર્મેન્દ્રભાઈ પરમાર (14) અને હેતાંશી ધર્મેન્દ્રભાઈ પરમાર (10) નામના એક જ પરિવારના ચાર વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસએનઇ જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રભાઈ પોતાના પરિવાર સાથે અંબાજીથી મોરબી પરત આવી રહ્યા હતા ત્યારે માળિયાના ટોલગેટ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ચારેય વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા છે અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળકને ઇજા થતાં સારવારમાં

મૂળ કચ્છ જિલ્લાનો રહેવાસી સદામગુલમામદ રાઉમા (13) નામનો બાળક મોરબીમાં મકરાણીવાસ પાસે એક્ટિવમાં બેસીને પસાર થઈ રહ્યો હતો ત્યારે એકટીવા સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાળકને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News