મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે કરાયેલ બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસ ડીવાયએસપી ઝાલાને સોંપાઈ


SHARE







માળીયા (મી)ના સરવડ ગામે કરાયેલ બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસ ડીવાયએસપી ઝાલાને સોંપાઈ

માળીયા (મિ.) ના સરવડ ગામે રહેતા વૃદ્ધે બોગસ સોગંદનામાબોગસ વરસાઈ આંબો બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને તેઓની ખેતીની જમીનમાં પોતાની દીકરી ન હોવા છતાં પણ દીકરી તરીકે દર્શાવીને એક મહિલાને ખેડૂત ખાતેદાર બનાવી હતી જે અંગેની માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં 18 મે ના રોજ ફરિયાદ નોંધાયેલ હતી જો કે, બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે ખેડૂતો બનનારા, વારસાઇ આંબાને ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડુત ખાતેદાર બનનાર તમામબોગસ વારસાઇ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને પોલીસ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધાયેલ હતો પરંતુ કોઈ આરોપી પકડાયેલ ન હતા જેથી કરીને સરકારે આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપી દીધેલ છે.

માળીયા (મિ.)ની સરવડ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અજયભાઈ વિજયભાઈ ખાંભરા (24) ગત તા 18/5/25 ના રીજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ પ્રભાશંકર રાવલ રહે. સરદારનગર સરવડ તાલુકો માળીયા(મિ.) તથા બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનનાર, વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઈ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને તપાસમાં જેના નામ સામે આવે તેઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપી મહેશ પ્રભાશંકર રાવલએ બોગસ સોગંદનામા આધારે બોગસ વારસાઈ આંબો બનાવેલ હતો અને તે બોગસ વારસાઈ આંબા આધારે હંસાબેન નામની મહિલા તેની દીકરી ન હોવા છતાં પણ હંસાબેનને વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તે મહિલા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં બોગસ વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરીને ખેતીની જમીનમાં મહેશભાઇ રાવલે તેના ત્રણ સાચા સંતાનો ઉપરાંત હંસાબેન નામની મહિલાને ખોટી રીતે પોતાની દીકરી બનાવીને વારસદાર બનાવેલ હતી. અને અધિકારીઓ સાથે મિલાપીપણું કરીને બોગસ ખેડૂત ખાતેદાર બનવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું. જે ગુનામાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી જેથી સરકાર દ્વારા આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવેલ છે,

અત્રે ઉલેખનીય છેકે, સરવડના તત્કાલીન તલાટી મંત્રીએ તા. 1/2/22 ના રોજ બનાવેલ વારસાઇ આંબામાં મહેશભાઈ રાવલની ઉમર 62 વર્ષ અને તેની દીકરી તરીકે જે મહિલા હંસાબેનનું નામ લખવામાં આવ્યું છે તેની ઉમર 58 વર્ષ દર્શાવેલ છે.જેથી બાપ અને દીકરીની ઉમર વચ્ચે માત્ર 4 વર્ષનો તફાવત થાય છે ! જે બાયોલોજીકલી કે પછી કોઈપણ રીતે શક્ય નથી. જેથી સ્પષ્ટપણે સાબીત થાય છે કે હંસાબેન સોંગદનામુ કરનાર મહેશભાઈ રાવલના દીકરી નથી અને સોગંદનામું તથા વારસાઇ આંબો બોગસ બનાવીને હંસાબેન કે જેઓ ખેડુત ખાતેદાર ન હતા તેઓને ખેડુત ખાતેદાર બનાવેલ છે.જેથી સરવડના હાલના તલાટી કમ મંત્રી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસીની કલમ 465, 467, 468, 471, 120 (બી) અને 34 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા જો કે, હજુ સુધી જે આરોપીઓ પકડાયેલ ન હતા જે હવે ગણતરીના દિવસોમાં પકડાય તેવા સંકેતો મળી રહ્યા છે.






Latest News