મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારીને કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE







હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારીને કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી પોતાના લમણે ગોળી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવે છે. અને વેપારીએ જાતે પોતાના લમણે ગોળી મારી હોવા અંગેની ચિઠ્ઠી પણ પોલીસને મળી હોવાનો પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે.

હળવદમાં રહેતા બકાભાઈ ઠક્કર (60) નામના વેપારી વૃદ્ધે પોતાની રિવોલ્વરથી જાતે પોતાના લમણે ગોળી મારી હતી જેથી માથામાં ગોળી લાગતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ અમદાવાદ સુધી લઈ જવામાં આવેલ છે વધુમાં પોલીસ સુત્ર પાસેથી મળતી પ્રમાણે વેપારીએ આપઘાત કરવા માટે તેને પોતે પોતાની જાતે પોતાના લમણે ગોળી મારેલ છે અને તે અંગેની એક ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે અને વેપારી વૃદ્ધે કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.






Latest News