મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડેથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ


SHARE







મોરબીના લાતી પ્લોટ મેન રોડેથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ મેન રોડ ઉપર શેરી નં-12 પાસેથી પસાર થતી સીએનજી રીક્ષાને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 48 બોટલો મળી આવી હતી જેથી પોલીસે રિક્ષા અને દારૂ મળીને 84 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક શખ્સની ધરપકડ કરી છે અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવી ચાલી રહી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં- 12 પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે 3 એ એક્સ 3715 ને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે રીક્ષામાંથી દારૂની 48 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 60,000 ની કિંમતની રીક્ષા તથા 24,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો આમ કુલ મળીને 84 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી ઉમેશભાઈ રમજુભાઈ ચાનિયા રહે. લાતી પ્લોટ શેરી નં- 11-12 વચ્ચે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન દારૂનો આ જથ્થો તેણે તોફિકભાઈ દાઉદભાઈ ચાનિયા રહે. લાતી પ્લોટ શેરી નં-12 મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બંને શખ્સની સામે ગુનો નોંધીને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News