મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક ઈંટના ભઠ્ઠામાં કામ કરતાં મજૂર બાબતે દંપતી ઉપર છરી-ધોકા વડે જીવલેણ હુમલો


SHARE











મોરબી નજીક ઈંટના ભઠ્ઠામાં કામ કરતાં મજૂર બાબતે દંપતી ઉપર છરી-ધોકા વડે જીવલેણ હુમલો

મોરબીના ધુતારી વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠે કામ કરતા દંપતીને ત્યાં કામ કરતા મજૂરો બાબતે બાજુમાં જ ઈંટોનો ભઠ્ઠો ધરાવતા શખ્સ સહિતના અન્ય શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરીને માથામાં મારમારીને ગંભીર ઇજા કરી હતી અને યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલ તેની પત્નીને સાથળના ભાગે છરીનો ઘા માર્યો હતો તેમજ દંપતીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ આસપાસના લોકો આવી જતાં હુમલાખોર ભાગી ગયા હતા અને દંપતિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં યુવાનને માથામાં ચાર ટાંકા અને તેની પત્નીને સાથળે આઠ ટાંકા આવ્યા હતા જેથી ભોગ બનેલ યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબીના વાવડી રોડ પર આવેલ રવિ પાર્ક સોસાયટી શેરી નં-2 માં રહેતા મનસુખભાઈ જગદીશભાઈ ભલછોડ (40) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દામજીભાઈ ઉર્ફે ટીનો જીવરાજભાઈ મંડલી રહે. ગાયત્રી નગર વાવડી રોડ મોરબી, રેખાબેન દામજીભાઈ મંડલી રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી, દામજીભાઈની સાળી અલ્પાબેન તથા ઇમરાનભાઈ રિક્ષાવાળા રહે. ગાયત્રીનગર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના પત્ની સાથે નવલખી રોડ ઉપર ધુતારી વિસ્તારમાં નેકક્ષે સિનેમા સામેના ભાગમાં આવેલ ઈંટોના ભઠ્ઠે હાલમાં ત્યાં કામ કરતાં મજૂરો કામ કરી રહયા હતા ત્યારે દામજીભાઈ  સહિતના ત્યાં આવ્યા હતા અને આ મજૂરો છેલ્લે આરોપીના ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં હતા જેથી મજૂર બાબતે જેમ ફાવે તેમ ફરિયાદી તથા તેના પત્નીને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ દામજીભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને માથામાં માર માર્યો હોવાથી તેને માથામાં ફૂટ થઈ ગઈ હતી અને ફરિયાદીના પત્ની શિલ્પાબેન ફરિયાદીને બચાવવા માટે થઈને વચ્ચે પડતા તેઓને સાથળના ભાગે ઇમરાન રિક્ષાવાળાએ છરીનો એક સાથળના ભાગે ઘા મારી દીધો હતો જેથી તેઓને ગંભરી ઇજા થયેલ હતી અને ફરિયાદી તથા તેના પત્નીને મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ઇજા પામેલ દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં મનસુખભાઈને માથાના ભાગે ચાર ટાંકા તથા તેના પત્નીને સાથળના ભાગે આઠ ટાંકા આવ્યા હતા અને ત્યારબાદ મનસુખભાઈનોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News