મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી: દીકરી સાથે દુષ્કર્મ કરનાર સાવકા બાપની હત્યા કરનાર માતા જેલ હવાલે


SHARE







મોરબી: દીકરી સાથે દુષ્કર્મ કરનાર સાવકા બાપની હત્યા કરનાર માતા જેલ હવાલે

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં યુવતી સાથે તેના સાવકા બાપે દુષ્કર્મ આચર્યું હતું જેથી યુવતીની માતાએ દીકરી સાથે દુષ્કર્મ કરનારા સાવકા બાપને છાતીના ભાગે પાટા મારીને તેની હત્યા કરી નાખી હતી જેથી પોલીસે મૃતક સાવકા બાપની સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો હતો જયારે ભોગ બનેલ યુવતીની માતાની સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આરોપી મહિલાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી સાથે તેના સાવકા બાપ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જેની જાણ તે યુવતીની માતાને થઈ ગયેલ હતી જેથી યુવતી સાથે દુષ્કર્મ કરનાર તેના સાવકા બાપને યુવતીની માતાએ છાતીના ભાગે પાટા મારીને તેની હત્યા કરી નાખી હતી. જેથી યુવતી સાથે દુષ્કર્મ કરનાર તેના મૃતક સાવકા બાપની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવેલ હતો જો કે, ભોગ બનેલ યુવતીની માતાએ સાવકા બાપની હત્યા કરી હતી જેથી મૃતક આધેડના પરિવારજનની ફરિયાદ લઈને મહિલાની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ હતો અને હત્યાના આ ગુનામાં મોરબી તાલુકાનાં પીઆઈ એસ.કે. ચારેલ અને તેની ટીમે આરોપી મહિલાની ધરપકડ કરી હતી અને તેને મોરબીની કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે. તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે.






Latest News