મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના તળાવીયા સનાળા-વાંકડા ગામ વચ્ચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી


SHARE







મોરબીના તળાવીયા સનાળા-વાંકડા ગામ વચ્ચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી

મોરબીના તળાવીયા સનાળાથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના તળાવીયા સનાળાથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કેશવજીભાઈ ચીખલીયાના ખેતર પાસેથી અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મળી ન હોવાથી ઓળખ મેળવવા માટે થઈને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતક યુવાનની કોઈ પણ ઓળખ હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર 02822 242592 કે પછી ફિરોજભાઈ સુમરાના મોબાઈલ નંબર 9979019944 ઉપર જાણ કરવા જણાવ્યુ છે.






Latest News