મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ અને યોગ શિબિર યોજાશે


SHARE







મોરબીમાં કાલે સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ અને યોગ શિબિર યોજાશે

મોરબીમાં ૧૧ મા 'વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશ તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ- મોરબી  દ્વારા સતવારા સમાજની વાડી વજેપર મોરબી ખાતે વિનામૂલ્યે તા. ૩૦ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ યોગ શિબિર તથા સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન  કરવામાં આવ્યું છે

આ કેમ્પમાં યોગ નિદર્શન, આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા  વિતરણ કરવામાં આવશે. અને ખાસ કરીને હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ,  એલર્જીની શરદી, સાંધાનો, સ્નાયુનો દુ:ખાવો, ખરજવુ, ધાધર, ખીલ, કાળા  ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત જેવા રોગોનું નિદાન અને  સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝઆ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.






Latest News