મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોગ શિબિર યોજાઈ


SHARE







મોરબીના લખધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોગ શિબિર યોજાઈ

મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- ૨૦૨૫ ની ૧૦૦ દિવસની ઉજવણીના ભાગરૂપે લધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલેખનીય છે કે, મોરબીમાં નિયામક આયુષ, ગાંધીનગર તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી સીધા નિદર્શનમાં લધીરનગર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોગ શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં ૧૧ વર્ષથી ૧૬ વર્ષ સુધીના કુલ ૭૦ બાળકોએ ભાગ લીધો હતો. બાળકો યોગ દ્વારા શારીરીક અને માનસિક રીતે તંદુરસ્ત બને તથા આપણી પ્રાચીન યોગ પરંપરાની જાળવણીના હેતુ સાથે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું સંચાલન આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો. વિરેન ઢેઢી, મહેશ્વરીબેન દલસાણીયા અને દીલીપભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News