મોરબી : ૨૦ જુલાઈ સુધી નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી, વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં જવા ૨૫ મે સુધી પ્રવેશબંધી
SHARE
મોરબી : ૨૦ જુલાઈ સુધી નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી, વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં જવા ૨૫ મે સુધી પ્રવેશબંધી
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ મામલીયા ટાપુ (૩.૦ નોટીકલ માઇલ્સ), મુર્ગા ટાપુ (૧.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૧ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૨ (૫.૮ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૩ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૪ (૫.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૫ (૪.૮ નોટીકલ માઇલ્સ) અને અનનેમ ટાપુ-૬ (૫.૧ નોટીકલ માઇલ્સ) સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી, સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ નહીં કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારશ્રીના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી કે કર્મચારીને લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારો અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામુ તા.૨૦-૭-૨૫ સુધી અમલમાં રહેશે.
વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં આગામી ૨૫ મે સુધી પ્રવેશબંધી
વાંકાનેર ફાયરીંગ બટ ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક, રા.અ.પો.દળ જૂથ-૧૩, ઘંટેશ્વર(રાજકોટ)ની ‘એ’,’બી’,’સી’, ‘હેડ કવાર્ટર’ કંપની તથા એમ.ટી. વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓની વર્ષ-૨૦૨૫ ના અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે અને DY. COMMANDANT/CASO, CISF UNIT AIRPORT, RAJKOT ને વર્ષ-૨૦૨૫ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે આગામી તા.૨૫-૫-૨૫ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે.તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તારીખ ૨૫-૫-૨૫ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં.ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે