મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે મોર્નિંગ વોકમાં ગયેલ પિતા-પુત્રને ઉડાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના બગથળા ગામે મોર્નિંગ વોકમાં ગયેલ પિતા-પુત્રને ઉડાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના બગથળા ગામે યુવાન અને તેના પિતા બંને મોર્નિંગ વોક ગયા હતા ત્યારે રીક્ષા ચાલકે યુવાન અને તેના પિતાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાન અને તેના પિતાને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ બગથળાના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ સરદાર નગર સોસાયટી શિવધારા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 403 ની મીમા પાનની બાજુમાં રહેતા નયનકુમાર રમેશભાઈ ઠોરિયા (33)એ સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 5905 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે નાની વાવડી બગથળા રોડ ઉપર આવેલ વા કારખાના અને સિલ્વર સાઇન પેટ્રોલ પંપની વચ્ચેથી ફરિયાદી તેના પિતા રમેશભાઈ ઠોરિયા સાથે મોર્નિંગ વોકમાં ગયા હતા દરમિયાન રિક્ષા ચાલકે ફરિયાદી તથા તેના પિતાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને શરીરે જમણી સાઈડમાં નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ ખભા અને પગમાં ફ્રેકચર થયેલ છે જ્યારે તેના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ છે જેથી તે બંને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં નયનભાઈ ઠોરિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને તેના પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News