મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બિલ્ડરે ગાળ બોલવાની ના કહેતાની સાથે જ અજાણ્યા શખ્સે મોટા દહીસરા ગામ નજીક તમંચામાંથી ત્રણ ગોળી ધરબી દીધી


SHARE















મોરબીના બિલ્ડરે ગાળ બોલવાની ના કહેતાની સાથે જ અજાણ્યા શખ્સે મોટા દહીસરા ગામ નજીક તમંચામાંથી ત્રણ ગોળી ધરબી દીધી

મોરબીમાં રહેતો યુવાન નવલખી રોડે મોટા દહીસરા પાસે આવેલ તેના સબંધીની પેપર મિલે તેઓને મળવા માટે ગયો હતો અને ત્યાંથી પાછા આવતા સમયે તે યુવાન દહીસરા નજીક આવેલ જીઇબીના પાવર હાઉસની સામેના ભાગમાં પોતાની ગાડીને ઊભી રાખીને ઊભો હતો ત્યારે અજાણ્યો શખ્સ તેની ગાડી પાસે આવેલ હતો અને કોઈ વાત કર્યા વગર સીધું જ તેના ઉપર ત્રણ વખત તમંચ જેવા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું જેથી ગાળો વાગી હતી તો પણ યુવાને જાતે પોતાની ગાડી ચલાવી હતી અને મોરબીના ખાખરાળા સુધી પહોચ્યો તે પહેલા ઇજાગ્રસ્ત યુવાને તેના મિત્રને ફોન કર્યો હતો જેથી તે લોકો સામે આવ્યા હતા અને ત્યાર બાદ તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં અવની ચોકડી પાસે કેનાલ રોડ ઉપર આવેલ પ્રમુખ એપાર્ટમેંટમાં રહેતા બિલ્ડર તરૂણ હંસરાજભાઈ ગામીએ અજાણ્યા શખ્સની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના કાકાના દીકરા રોહિતભાઈ ગામીની કાર નંબર જીજે 36 આર 5350 લઈને મોટા દહીસરા પાસે ફરિયાદીના સબંધી ભીખાભાઇ પટેલની પેપર મિલ આવેલ છે ત્યાં તેઓને મળવા માટે ફરિયાદી યુવાન ગયો હતો અને ત્યાંથી તે પાછો આવી રહ્યો હતો ત્યારે મોટા દહીસરા નજીક આવેલ જીઇબીના પાવર હાઉસ પાસે ફરિયાદી પોલતાની ગાડી ઊભી રાખીને અંદર બેઠેલ હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ લાલ કલરનો શર્ટ પહેરીને ત્યાં આવ્યો હતો અને ગાડીમાં બેઠેલા ફરિયાદીને ગાળો આપવા લાગ્યો હતો જેથી ફરિયાદી તેને ગાળો આપવાની ના પડી હતી ત્યારે તે શખ્સે તેની પાસે રહેલ તમંચા જેવુ હથિયાર કાઢીને ફરિયાદી યુવાન ઉપર સીધું જ ફાયરિંગ કર્યું હતું. જેથી ડોકની પાછળના ભાગમાં, ડાબા ગાલ ઉપર અને માથામાં કુલ મળીને ત્રણ ગોળી મારી હતી, જેથી ફરિયાદીને ગંભીર ઇજા થયેલ હતી તો પણ તે પોતાની ગાડીને ચાલુ કરીને ત્યાંથી મોરબી બાજુ આવવા માટે રવાના થઈ ગયો હતો અને રસ્તામાં ચાલુ ગાડીએ ફરિયાદી તેના મિત્ર સંજય દોશીને ફોન કર્યો હતો. 

જેથી સંજયભાઇ અને ફરિયાદીના બે ભાઈ પ્રફુલભાઇ તેમજ ભરતભાઇ અને રોહિતભાઈ સામેથી આવ્યા હતા અને મોરબી નજીકના ખાખરાળા ગામ પાસે ગોળી વાગેલ હાલતમાં ફરિયાદી કારમાંથી મળી આવતા તેને તાત્કાલિક મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તે યુવાનને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે અને ફરિયાદી યુવાનના કહેવા મુજબ તેના શરીરમાં ત્રણ ગોળી મારવામાં આવી હતી જેમાંથી બે ગોળી કાઢી લેવામાં આવેલ છે જો કે, એક ગોળી હજુ પણ તેના શરીરમાં જ છે જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે જો કે, ફરિયાદી ઉપર ફાયરિંગ કોણે કર્યું ?, શા માટે કર્યું ? તે સહિતના પ્રશ્નોનો ભેદ હજુ ઉકેલાયેલ નથી અને માત્ર ગાળ બોલવાની ના કહેવાથી કોઈ વ્યક્તિ ફાયરિંગ કરે તે પણ કોઈને માન્યામાં ન આવે તેવી વાત છે આટલું જ નહીં પરંતુ મોટા દહીસરાથી ખાખરાળાનું અંતર 15 થી 18 કિલો મીટર જેટલું છે ત્યાં સુધી ગોળી વાગી હોવા છતાં પણ ફરિયાદી યુવાન સેલ્ફ ડ્રાઇવિંગ કરીને પોતાની ગાડી ખાખરાળા સુધી લઈને આવે અને ખાખરાળા ગામ તેના સસરાનું ગામ હોવા છતાં ત્યાં કોઈને જાણ ન કરે અને તેના મિત્રને આ બનાવની જાણ કરે છે જેથી શંકા ઉપજાવે તેવી આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News