મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે કારમાં કોઈ કારણોસર લાગી આગ: કોઈ જાનહાનિ નહીં


SHARE







મોરબીના બાયપાસ રોડે કારમાં કોઈ કારણોસર લાગી આગ: કોઈ જાનહાનિ નહીં

મોરબીના બાપાસ રોડ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર તેના આગળના ભાગમાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કારમાં બેઠેલ વ્યક્તિ તાત્કાલિક નીચે ઉતરી ગઈ હતી અને આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે આવી ગયેલ હતો અને કાર ઉપર લાગેલ આગ ઉપર કાબુમાં કરવા માટે પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી.

સામાન્ય રીતે ઉનાળામાં વાહનની અંદર આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે તેવી જ રીતે આજે બપોરના સમયે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી કાર પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર કારમાં આગ લાગી હતી જેથી મશીન પાસેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આગળનો ભાગ સળગવા લાગ્યો હતો. જેથી કારને રોડ સાઈડમાં પાર્ક કરીને કારમાં બેઠેલ વ્યક્તિ ગાડીમાંથી નીચે ઉતરી ગઈ હતી અને આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી અને કારના મશીનમાં લાગેલ આગ ઉપર પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવૈ હતી. જો કે, સદ્નસીબે આગ લાગવાની આ ઘટનામાં કોઈને જાનહાની થયેલ નથી પરંતુ કારમાં કયા કારણોસર આગ લાગી હતી તે તપાસો વિષય છે.






Latest News