મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના ટિકરથી સગીરાનું અપહરણ કરનાર આરોપી કડી તાલુકામાંથી ઝડપાયો


SHARE













હળવદના ટિકરથી સગીરાનું અપહરણ કરનાર આરોપી કડી તાલુકામાંથી ઝડપાયો

હળવદના ટિકર ગામેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી પોલીસે ફરિયાદ આધારે સગીરને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં સગીરાનું અપહરણ કરનાર આરોપી કડી તાલુકામાંથી ઝડપાયો છે અને તેની સાથે મળી આવેલ સગીરાને પણ હસ્તગત કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસને આરોપી સોંપી દેવામાં આવેલ છે.

હળવદ તાલુકાનાં ટીકર ગામેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાયેલ હતી તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપી અલ્પેશભાઈ કાનુભાઇ આડેસરા રહે. નિમકનગર તાલુકો ધ્રાંગધ્રા વાળાને મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે મોરબી જિલ્લા AHTU ની ટીમે તે વિસ્તારમાં પહોચી હતી અને લક્ષ્મણપુરા ગામની સીમમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આરોપી મળી આવેલ હતો તેમજ તેની સાથે ભોગ બનેલ સગીરા પણ મળી આવેલ હતી જેથી તેને હસ્તગત કરીને હળવદ પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને ત્યાર બંને સોંપી દેવામાં આવેલ છે. આ કામગીરીમાં AHTU ના પીઆઇ એમ.બી. મિસ્ત્રી તેમજ ફુલીબેન ઠાકોર, નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.






Latest News