વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ


SHARE







ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ

મોરબી પી.પી. જોષી જીલ્લા મત કે સુરક્ષા સભ્ય મોરબી તા.૨૯-૧૧ ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં બીન વારસી વાહોનનો નિકાલ કરવા બાબત

સવિનય સાથ ઉપરોકત વિષયે જણાવવાનું કે હાલમાં ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસે કબજે કરેલ બીનવારસુ વાહનનો ઘણા પડેલ છે આ સિવાય અન્ય ગુનામાં પણ કબજે કરેલ વાહનો અસંખ્ય પોલીસ સ્ટેશનમાં પડેલ છે . જેથી અરજદારો કે સ્ટાફને વાહન રાખવાની પણ જગ્યા નથી આ વાહનોની નિયમ અનુસાર હરરાજી કરવામા આવે તો સરકારને કરોડો રૂપિયાની આવક થાય તેમ છે જે વાહનો હાલમાં ઘણા સમયથી સડી રહેલ છે અને ખોટી જગ્યા રોકી રહેલ છે અંતમાં આવા વાહનો સડી જાય બાદ હરરાજી કરવામાં આવે તો સરકારને  ઘણી જ નુકશાની થાય છે હાલમાં આવા વાહનોની કન્ડીશન સારી છે જેથી સરકારે આવા વાહનની સમયસર નિકાલ કરવામાં આવે તો કરોડો રૂપિયાની આવક થાય તેમ છે . અને પોલીસ સ્ટેશનમાં પણ જગ્યા થઈ શકે તેમ છે . હાલમાં એટલા વાહનો ભરાવો પડયો છે જેથી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ વાહનો રાખવાની પોલીસ ખાતે ફરજ પડે છે . તો આવા વાહનો સરકારે આવા વાહનોની હરાજી કરી સરકારને આવક મેળવી લેવી જોઈએ આ બાબતે આપ સાહેબ અંગત રસ લેવો જોઈએ.




Latest News