મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હવે પેન્શનર્સએ હયાતીની ખરાઈ માટે તિજોરી કચેરી કે બેંકમાં નહીં જવું પડે પેન્શનર્સના ઘરે જઈ પોસ્ટમેન દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી અપાશે


SHARE











હવે પેન્શનર્સએ હયાતીની ખરાઈ માટે તિજોરી કચેરી કે બેંકમાં નહીં જવું પડે પેન્શનર્સના ઘરે જઈ પોસ્ટમેન દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી અપાશે

ઘરે બેઠા જ હયાતીની ખરાઈની સરકારની પહેલ ને આવકારતા પેન્શનરશ્રી  રમેશભાઈ જીવાણી નાણા વિભાગ અને પોસ્ટ વિભાગ દ્વારા થયેલ એમઓયુથી પેન્શનરોને ફાયદો
 
રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલ કર્મચારીઓ રાજ્યની જુદી જુદી તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય છે આ પેન્શનર્સએ દર વર્ષે મે થી જુલાઈ દરમિયાન હયાતીની ખરાઈ કરવાની હોય છે. ગુજરાત સરકારના નાણા વિભાગ અને પોસ્ટ વિભાગ દ્વારા થયેલ એમઓયુ મુજબ હવેથી પેન્શનર્સએ હયાતીની ખરાઈ માટે બેંકમાં કે તિજોરી કચેરીએ રૂબરૂ જવું પડશે નહીં. પોસ્ટ વિભાગના કર્મચારી દ્વારા પેન્શનરના ઘરે જઈ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન મારફત જનરેટ કરી આપવામાં આવશે, જે સેવા તદ્દન નિશુલ્ક રહેશે. આ સેવા અંતર્ગત મોરબી જિલ્લા તિજોરી કચેરી ખાતે પેન્શનરશ્રી જીવાણી રમેશ છગનભાઈનું જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન મારફતે પોસ્ટ વિભાગના કર્મચારી દ્વારા રજિસ્ટ્રેશન કરાવી ડેમો આપવામાં આવ્યો હતો.આ બાબતે પેન્શનરશ્રી જીવાણી રમેશભાઈએ જણાવ્યું હતું કે, પેન્શનર્સનું પેન્શન સતત ચાલુ રહે તે માટે તેમણે તિજોરી કચેરી ખાતે અથવા તેમને જે બેંકમાં પેન્શન મળે છે તે બેંક ખાતે પોતાના જીવંત હોવા માટેની ખરાઈ માટે દર વર્ષે માટે જવું પડતું હોય છે. ઉંમર થતાં ઘણા કર્મચારીઓ બેંક કે તિજોરી કચેરી ખાતે જવા સક્ષમ હોતા નથી. જે બાબતને ધ્યાનમાં લઇ સરકારશ્રીએ ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. હું મોરબી જિલ્લા તિજોરી કચેરી ખાતે મારા કામથી આવ્યો હતો, ત્યારે આ ડિજિટલ જીવન પ્રમાણપત્ર અંગેનો ડેમો મને આપવામાં આવ્યો છે, જે અન્વયે એ પ્રમાણપત્રમાં મારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે, જે માટે મારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવ્યો નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ પ્રમાણપત્રની સુવિધા શરૂ થવાના કારણે પોસ્ટમેન હવે નિવૃત્ત પેન્શનર્સના ઘરે જઈને તેમના હયાતીની ખરાઈ કરશે. ઉપરાંત આ સુવિધાનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે તેમણે સૌ પેન્શનર્સને અપીલ કરી હતી.
રાજ્ય સરકારના પેન્શનર્સ તિજોરી કચેરી ખાતેથી પેન્શન લેતા હોય છે. જેના ભાગરૂપે વર્ષમાં એક વખત તેમણે હયાતીની ખરાઈ માટે તેમને બેંક અથવા તિજોરી કચેરી ખાતે જવું ન પડે તે માટે સરકારશ્રી દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. 'સરકાર લોકોના દ્વાર સુધી' એ અભીગમને સાર્થક કરતા પોસ્ટમેન પેન્શનર્સના ઘરે જશે અને અને તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે રજીસ્ટ્રેશન કરી આપશે. આ સેવા અગાઉ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવતી હતી જેના માટે ૭૦ રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. સરકાર દ્વારા હાલ આ સેવા નિશુલ્ક કરવામાં આવી છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના તમામ પેન્શનર્સને અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News