મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં પી.એમ. પોષણ કેન્દ્રમાં જુદીજુદી ૨૭ જગ્યા ઉપર સ્ટાફની ભરતી કરાશે


SHARE







મોરબી તાલુકામાં પી.એમ. પોષણ કેન્દ્રમાં જુદીજુદી ૨૭ જગ્યા ઉપર સ્ટાફની ભરતી કરાશે

મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રમાં ૧૧ વ્યવસ્થાપક(સંચાલક), ૮ રસોઈયા તથા ૮ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે-તે ગામના ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી સંપૂર્ણ વિગતો સાથે મધ્યાહન ભોજન શાખા, મોરબી મામલતદારની કચેરીએ તા ૨૬/૫ સુધીમાં પહોંચે તે રીતે રજૂ કરવાનું રહેશે. આ અરજી અન્વયે જે ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે મોરબી મામલતદાર કચેરીએ સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.

વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, મશાલવાડી પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, જેપુર પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, વિરપરડા પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, માનસર પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, નારણકા પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, કોયલી પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, કૃષ્ણનગર(આ) પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, જીવાપર(આ) પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, પીલુડી પ્રાથમિક શાળા ૧ સંચાલક, ગીડચ પ્રાથમિક શાળા ૧ સંચાલક, ઊંટબેટ શામપર પ્રાથમિક શાળા ૧ સંચાલક, મળી ૨૭ કર્મચારીઓની તદ્દન હંગામી ધોરણે ભરતી કરવામાં આવનાર છે. મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે કામ કરવા ઇચ્છતા ઉમેદાવાર ઓછામાં ઓછા એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. રસોઈયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી નથી. આ તમામ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ તેમજ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉંમર અરજી મોકલવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.






Latest News