ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના કિશનગઢ (સોખડા) ગામે બાલાસરા પરિવાર દ્વારા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન


SHARE











મોરબીના કિશનગઢ (સોખડા) ગામે બાલાસરા પરિવાર દ્વારા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબીના કિશનગઢ (સોખડા) ગામે આવેલ બાલાસરા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજી તથા શ્રી રાંદલ માતાજીના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 21 થી 23 સુધી આ ધાર્મિક પ્રસંગ યોજાશે.

આ ધાર્મિક પ્રસંગમાં સંતો મહંતો તેમજ રાજકીય અને સમાજિક આગેવાનો સહિતના આવવાના છે અને વધુમાં આયોજકો પાસેથી મળેલ માહિતી મુજબ તા. 21 ના રોજ દેહશુદ્ધિ, ગણપતિ આરાધન, સ્થાપિત દેવોનું પૂજન અને યજ્ઞ શરૂ કરાશે, તા 22 ના રોજ જલયાત્રા, માતાજીના સામૈયા, નવચંડી યજ્ઞ, મંદિરનો વાસ્તુ યજ્ઞ, તીર્થ જલથી અમૃતાભિષેક, શોભાયાત્રા અને તા. 22 ના રોજ રાત્રે 9:00 કલાકે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો જમાવટ કરશે. જો કે, તા. 23 ના રોજ પ્રાણપ્રતિષ્ઠા, ઈંડું ચડાવવાની વિધિ, ધ્વજારોહણ અને યજ્ઞ પુર્ણાહુતી કરાશે ત્યાર બાદ સાંજે મહાપ્રસાદ યોજાશે યોજાશે. જેથી સમસ્ત બાલાસરા પરિવારને ધાર્મિક મહોત્સવમાં આવવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News