મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વર્ષાઋતુના આગોતરા આયોજન માટે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ


SHARE







મોરબી જિલ્લામાં વર્ષાઋતુના આગોતરા આયોજન માટે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

આગામી વર્ષાઋતુના આગોતરા આયોજન માટે જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ બેઠક યોજી મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટરે જિલ્લાના પાંચે તાલુકાના લાયઝન અધિકારીઓની નિમણૂંક કરી ભૂતકાળની પરિસ્થિતિના અભ્યાસ તેમજ યોગ્ય સર્વે પરથી ચોમાસામાં કોઈપણ જગ્યાએ પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય આયોજન કરવા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો લોકોને સ્થળાંતરિત કરવા, ભારે વરસાદની પરિસ્થિતિમાં જો વીજપોલ પડી જાય તો તે માટે વધારાના વીજ પોલ સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવા, નદીના પટમાં બિનજરૂરી અવરોધ દૂર કરવા, ભયજનક મકાનો દૂર કરવા, કોઝ-વે પર ભયજનક સપાટી દર્શાવતા સાઈન બોર્ડ સુનિશ્ચિત કરવા, અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ, જરૂરી દવાઓ, જંતુનાશક દવાઓ તથા પાવડરનો સ્ટોક ઉપલબ્ધ રાખવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.

વર્ષાઋતુના આગોતરા આયોજનમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, હવે વરસાદની પેટર્ન બદલાઈ છે ગમે ત્યારે ગમે તેટલો વરસાદ પડી શકે છે. ત્યારે ભારે વરસાદ અન્વયે સર્વેની કામગીરી, રાહત બચાવની કામગીરી વરસાદ તેમજ કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનું સમયસર રિપોર્ટિંગ થાય તે જરૂરી છે. ઉપરાંત તેમણે તરવૈયા, આશ્રયસ્થાનો, સ્વયંસેવકો અને આપદા મિત્રોની યાદી સુનિશ્ચિત કરવા તથા રાઉન્ડ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મહાપાલિકાના નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા તેમજ બધા પ્રાંત અધિકારીઓ અને મામલતદારરો સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.






Latest News