મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ


SHARE











મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ

મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલમાં મિલકતવેરા પર 10 % રિબેટ આપવા આવે છે અને જે મિલકત ધારકોનો વેરો બાકી છે તેવા 2073 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે અને જે આસામીઓનો વેરો બાકી હોય તેમણે તાત્કાલિક વેરો ભરવા માટે અપીલ કરવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકાની અખબારયાદીમાં જણાવેલ છે કે, હાલ મોરબી મહાનગરપાલિકા દ્રારા મિલકતવેરા પર 10 % રિબેટ આપવા આવે છે સાથે ટેકસ શાખા દ્રારા તા 1/04/2025 થી 07/05/2025 સુધી 10,000 થી 50,000 સુધીની રકમ બાકીના 2073 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે, જેમા ટેકસ શાખા દ્રારા 4 મિલકતો સીલ કરવામાં આવેલ તેમજ મિલકતને ટુંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે. તેમજ વર્ષ 2025-26માં પણ ટેકસ શાખા દ્રારા 2024-25ના વર્ષના બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મે, જુન સુધીમાં મિલકત જપ્તી/ ટાંચમાં લેવામાં આવશે. નગરજનો મિલકત વેરો ભરવા માટે www.enagar.gujarat.gov.in પર ઓનલાઇન ટેકસ ભરી શકે છે. તેમજ સિવિક સેન્ટર. પહેલા માળે, રેલ્વે સ્ટેશન પાસે અને મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરીમાં ટેકસ ભરી શકે છે. જેથી કરીને મોરબી શહેરની જનતાને બાકી વેરા તાત્કાલિક ભરપાઈ કરવા માટે મહાપાલિકા દ્રારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.






Latest News