મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું


SHARE











મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું

મોરબીના ખાખરાળા ગામે વેકેશન કરવા માટે ઘરે આવેલ યુવાન દુકાને અન્ય લોકોની સાથે બેઠો હતો ત્યારે ગામનો જ એક શખ્સ બંદૂક લઈને ત્યાં આવ્યો હતો અને યુવાન ઉપર ભડાકો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કેબંદૂક ફૂટી ન હતી જેથી તે શખ્સે તેની પાસે રહેલ છરીના યુવાનને ઘા માર્યા હતા અને યુવાનની હત્યા કરેલ હતી જો કે, યુવાનની હત્યા શા માટે કરવામાં આવી હતી તે પ્રશ્ન યથાવત હતો તેવામાં આરોપીની ધરપકડ કરીને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે અને આરોપી તેમજ મૃતકને બાઇક અથડાવવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મોરબીના ખાખરાળા ગામે કિશન જગદીશભાઇ કરોતરા (21) નામના યુવાનની તે જ ગામના સાગર ઉર્ફે મૂળુ આયદાનભાઈ ડાંગર નામના શખ્સે છરીના ઘા મારીને હત્યા કરી હતી અને આરોપી સ્થળ ઉપરથી કારમાં નાશી ગયો હતો જેથી પોલીસે મૃતક યુવાનના પિતા જગદીશભાઇ સામતભાઈ કરોતરા (46)ની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપીની મૂળુ ઉર્ફે સાગર આયદાનભાઈ ડાંગર રહે. મૂળ ખાખરાળા હાલ નાની વાવડી વાળાની અમદાવાદમાં આવેલ ગીતા મંદિર પાસેથી ધરપકડ કરી હતી અને આરોપી હાલમાં પોલીસના પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે.

ખાખરાળા ગામે રહેતા ફરિયાદી જગદીશભાઇનો મૃતક દીકરો કિશન કરોતરા રાજકોટ ખાતે અંગ્રેજી વિષય સાથે બી.એડ. નો અભ્યાસ કરતો હતો. અને તેની સાથે જીપીએસસીએની પરીક્ષા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો અને ત્યાં વૅકેશન પડ્યું હતું જેથી તે પોતાના ઘરે ખાખરાળા આવ્યો હતો જો કે, તેની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે પ્રશ્ન બનાવ બનેલ હતો ત્યારથી જ ઊભો હતો કેમ કે, મૃતક યુવાન છરીના ઘા ઝીકવામાં આવેલ હોવાથી મૃત્યુ પામ્યો હતો અને આરોપી નાશી ગયો હતો

જો કે, ડીવાયએસપી પી.એ. ઝાલાની પત્રકાર પરિષદ યોજાયેલ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક સાથે આરોપીને બાઇક અકસ્માત બાબતે છ મહિના પહેલા બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને કિશન તેના ઘર પાસે આવેલ દુકાને બીજા મિત્રોની સાથે બેઠો હતો ત્યારે આરોપી મૂળુ ડાંગર ત્યાં તેને મારી નાખવા માટેની પૂરી તૈયારી સાથે જ ત્યાં ગયો હતો અને બંદૂકમાંથી ફાયરિંગ થયેલ ન હતું જેથી છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખેલ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પોલીસે ઘટના સ્થળેથી બે કાર્ટિસ તથા લોહીવાળું હથિયાર અને આરોપી જે ગાડી લઈને ભાગી ગયો  હતો તે ગાડી અને ગાડીમાંથી બે કાર્ટિસ કબજે કર્યા હતા જો કે, જે હથિયાર લઈને આરોપી સ્થળ ઉપર ગયેલ હતો તે હથિયાર કબજે કરવાનું બાકી છે જેથી કરીને પોલીસે આરોપીના કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેથી આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટીમ કરી રહી છે.






Latest News