મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ


SHARE







મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ

મોરબીના રવાપર ગામના પૂર્વ મહિલા સરપંચના પતિને દીકરીના લગ્ન સમયે રૂપિયાની જરૂર હતી જેથી તેને હાથ ઉછીના 8 લાખ રૂપિયા લીધા હતા અને ત્યાં બાદ વ્યાજખોરે તેની પાસેથી 8 લાખ રૂપિયાની સામે વ્યાજ અને પેનલ્ટી સાથે 1.35 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જેની ફરિયાદ નોંધાયેલ છે જો કે, ખેડૂતને ન્યાય મળે તેના માટે આજે પાટીદાર યુવા સેવા સંઘ ની આગેવાની હેઠળ કલેક્ટર અને એસપીને રજૂઆત કરીને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી.

મોરબી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો, લુખ્ખાઓ અને અસમાજિક તત્વોની સામે કાર્યવાહી બંડ પોકારવામાં આવેલ છે. તેવામાં મોરબી નજીકના રવાપર ગામના પૂર્વ સરપંચના પતિ સંજયભાઈ ધરમશીભાઈ અઘારા (52) વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ છે અને તેમણે પોતાની દીકરીના લગ્ન અને મેડિકલ માટે 8 લાખ રૂપિયા લીધેલ હતા જેની સામે રૂપિયા અપાવનાર રવાપર ગામે રહેતા રમેશભાઈ દેવાભાઈ બોરીચા અને રૂપિયા આપનારા રાજકોટના મોહિતભાઈ રામભાઈ આગરીયાએ 1.35 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જેથી કરીને સંજયભાઇએ અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ત્યાર બાદ તેમણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સોની સામે ફરિયાદ કરેલ છે અને આ આરોપીઓએ તેની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે કાવતરું કર્યું છે જેથી આજે પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઇ પનારાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે જઈને કલેક્ટર કે.બી. ઝવેરી અને એસપી રાહુલ ત્રિપાઠીને આવેદન પત્ર આપીને આરોપીઓને તેના રૂપિયા પાછા આપી દીધા છે તો પણ સંજયભાઇ અઘારા પાસેથી તેની જમીન પચાવી લેવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી આ ખેડૂત પરિવારને ન્યાય અપાવવાની અધિકારી સમક્ષ માંગ કરેલ છે.

વધુમાં મનોજભાઇ પનારાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી શહેર અને તાલુકામાં રહેતા ખેડૂતોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવવામાં આવે છે અને ત્યાર બાદ તેની કિંમતી જમીન પડાવી લેવામાં આવે છે અથવા તો તેઓની જમીનમાં યેનકેન પ્રકારે કેસ કરીને જમીને ગોબરી કરી નાખવામાં આવે છે જેથી જમીનના મૂળ મલીકને ઘણી હેરાનગતિનો સામનો કરવો પાસે છે. માટે આવા તત્વોની સામે કલેક્ટર દ્વારા રેવન્યુ અને પોલીસ વિભાગના અધિકારીઓની ટીમ બનાવીને આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે. 






Latest News