મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના વિદ્યુતનગર પાસે ઘરના બાથરૂમમાંથી દારૂની 8 બોટલ સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના વિદ્યુતનગર પાસે ઘરના બાથરૂમમાંથી દારૂની 8 બોટલ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના વિદ્યુતનગર વિસ્તાર પાસે આવેલ મફતીયાપરામાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરના બાથરૂમમાંથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2848 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વિદ્યુતનગર વિસ્તાર પાસે કાલિકા માતાજીના મંદિરની પાછળના ભાગમાં માફાતિયાપરા વિસ્તારમાં રહેતા સંજયભાઈ કોળીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરના બાથરૂમમાંથી દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે 2848 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સંજયભાઈ ઉર્ફે રૂજી જગદીશભાઈ ભડાણીયા (21) રહે. વિદ્યુતનગર કાલિકા માતાજીના મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલને તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બોટલ દારૂ સાથે પકડાયો

માળીયા મીયાણાની નવી તાલુકા પંચાયતની પીપળીયા ચાર રસ્તા તરફ જવાના રસ્તા ઉપર પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે 1,122 ની કિંમતની દારૂની બોટલો બજે કરી હતી અને આરોપી કરસનભાઈ દેશાભાઈ બકુત્રા (32) રહે. નાની બરાર તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.






Latest News