મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી લઈને નીકળેલ શખ્સની પણ ધરપકડ


SHARE







વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી લઈને નીકળેલ શખ્સની પણ ધરપકડ

વાંકાનેરમાંથી પેલેસ્ટાઇનનો ઝંડો લગાવેલ ગાડી સાથે યુવાન નીકળ્યો હતો અને તેની સાથે બીજી બે ગાડી પણ પસાર થઈ રહી હતી જેમાં લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને અને જે ગાડીમાં પેલેસ્ટાઇનનો ઝંડો હતો તે ગાડીના ચાલકને પણ પકડવામાં આવેલ છે.

વાંકાનેર શહેરમાં ગત તા. 26/4 ના રોજ રાત્રિના સમયે ત્રણ ગાડીઓ પસાર થઈ હતી જે ત્રણ પૈકીની બે ગાડીમાં લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જો કે, સ્વિફ્ટ ગાડીમાં બોનેટ પાસે પેલેસ્ટાઇન દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો જે ત્રણેય ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય ગાડીના ચાલક સામે ગુનો નોંધયેલ હતો અને તે ગુનામાં પહેલા પોલીસે આરોપી યાસીન વાલીમામદ બાયદાણી અને પ્રિન્સ નરેશભાઈ કાકડીયાની પકડ્યા હતા અને હાલમાં વાંકાનેર સિટી પોલીસે જે ગાડીમાં પેલેસ્ટાઇનનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો તે ગાડી નંબર સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 પીડી 9211 ના ચાલક નવિદ સાદીકભાઈ પરમાર (22) રહે. ભાટિયા સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ જે ત્રણ ગાડીમાં ઝંડા લગાવીને આ શખ્સો નીકળ્યા હતા તેમાં અગાઉ પકડાયેલ બે શખ્સ અને હાલમાં પકડાયેલ આરોપી એક બીજાને ઓળખતા પણ નથી. જો કે, ભારત દેશનો નહીં પરંતુ પેલેસ્ટાઇન દેશનો ઝંડો ગાડીમાં લગાવીને કેમ નીકળ્યો તે તપાસનો વિષય છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થવાથી કુલદીપસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉમર ૨૭) રહે.કુબેરનગરને સિવિલે સારવાર માટે લઈ જવા હતા.જ્યારે છોટાલાલ પંપ પાસે થયેલ મારામારીના બનાવમાં અશ્વિન ઓધવજીભાઈ વરમોરા (૪૨), કૃતિક અશ્વિનભાઈ વરમોરા (૨૨) અને વિજયાબેન ઓધવજીભાઈ વરમોરા (૬૫) રહે.ત્રણેય હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થઈ હોય તેઓને પણ સારવાર માટે લઈ જવાયા હતા.

વાહન અકસ્માત
મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામે ફાટક પાસે બાઈકમાંથી પડી જતા નંદુબેન રામજીભાઈ શિંગાળા (૪૫) રહે.જેપુર તા.મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે લઈ જવાયા હતા.તેમજ મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૭ માં અજાણ્યા બાઈક ચાલકે સાયકલ સવારને ટક્કર મારતા સાયકલ લઈને જઈ રહેલ રફિકભાઈ અબ્દુલભાઈ મકરાણી (ઉમર ૫૦) રહે.લાતી પ્લોટ પરીમલ ગોડાઉન પાછળને ઇજાગ્રસ્ત હાલતમાં દવાખાને સારવાર માટે લવાયા હતા.જ્યારે ટંકારા તાલુકાના સાવડી ગામના પાટીયા પાસે બાઈક સાથે બાઈક અથડાવાના અકસ્માત બનાવમાં વિશ્વરાજસિંહ ભગીરથસિંહ જાડેજા (૨૫) રહે.બંગાવડી તા.ટંકારા ને ઇજા થતા તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ તેમ પોલીસ સૂત્રે જણાવેલ છે.






Latest News