મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની જેલ સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા હુકમ


SHARE







મોરબી : સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની જેલ સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા હુકમ

મોરબીના આશુતોષ ટાઇલ્સ પ્રા.લી. પાસેથી માલ ખરીદીને અમદાવાદના સિરામિક ટાઇલ્સ ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી સચિન મહાસુખલાલ શાહ, પલ્લવિકા મહાસુખલાલ શાહ તથા રૂપા સચિન શાહ અગાઉ શાલીન સિરામિક નામની ભાગીદારી પેઢી તરીકે ધંધો કરતાં હતા.હાલ ગ્રેફીટી ઈન્ડિયા પ્રા.લી. તરીકે ધંધો કરે છે.

તેમણે કરોડોની કિંમતની સિરામિક ટાઇલ્સ ઉધારીમાં ખરીદીને રૂ.૬૫ લાખ ઉપરાંતની રકમનું ચૂકવણું બાકી રાખી તેની સામે પાર્ટ પેમેન્ટના ૨૫ લાખના બે ચેકો આપેલ હતા.જે પરત થતાં મોરબી કોર્ટમાં ફરિયાદો થયેલ, જે બંને કેસો કોર્ટમાં ચાલી જતાં મોરબીના જ્યુડી.મેજી.ફ.ક. શ્રી સી.વાય.જાડેજા સાહેબની અદાલતે દરેક આરોપીઓને તકસીરવાન ઠરાવીને દરેક કેસમાં એક વર્ષની જેલ સજા તથા ચેકની બમણી રકમ રૂ.૫૦ લાખનું વળતર ૬૦ દિવસમાં ફરિયાદીને ચૂકવવા હુકમ કરેલ છે.જો આરોપીઓ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ ૯૦ દિવસની વધુ જેલ સજા ફરમાવેલ છે.ફરિયાદી તરફે બી.એન.શેઠ, નિશ શેઠ તથા જાનકીબેન મહેતા રોકાયેલા હતા.






Latest News