મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં મહેન્દ્રનગરથી માળિયા ફાટક ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર બંધ કરવા આપની માંગ


SHARE







મોરબીમાં મહેન્દ્રનગરથી માળિયા ફાટક ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર બંધ કરવા આપની માંગ

મોરબી મહાપાલિકા ઝોન-2 ના મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક સુધી ભારે વાહન ચાલતા હોય છે જેથી કરીને ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને ભારે વાહનોને ત્યાંથી દિવસ દરમ્યાન બંધ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી દ્વારા કરવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજામોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલા સૌથી વધુ ટ્રાફિક ધરાવતા પોસ વિસ્તાર મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક સુધીનો જે રસ્તો છે ત્યાથી ફેક્ટરીએ અપડાઉન કરતા લોકોની મોટા પ્રમાણમા અવરજવર હોય છે આટલું જ નહીં ત્યાં રહેણાક વિસ્તાર પણ આવેલ છે જેથી ભારે વાહનના લીધે ટ્રાફિકજામ થાય છે અને અક્સ્માતનો પણ સતત ભય રહે છે જેથી આ રસ્તા ઉપરથી ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને ભારે વાહનોને નેશનલ હાઈવે પર ડાઈવર્ટ કરવામાં આવે તેમજ મહેન્દ્રનગર ચોકડીએ જે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તેને વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News