મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે મકાનમાં જુગારની રેડ, ઘરધણી સહિતા આઠની ૬૭,૭૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE







માળીયા મિંયાણા તાલુકા પોલીસની ટીમે ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા આઠ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૬૭,૭૦૦ સાથે પકડી પાડ્યા હતા અને માળીયા મીંયાણા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી.ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.કે.જાડેજા સહિતની ટીમ કામ કરી રહી હતી તેવામાં રાજેન્દ્રસિંહ સોલંકી તથા મુમાભાઇ કલોત્રાને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે માળીયા (મ) તાલુકાના ખાખરેચી ગામે જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજાના રહેણાંક મકાને જુગારની રેડ કરી હતી ત્યારે ધરઘણી સહિત કુલ આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેમા સુરેશભાઈ જગજીવનભાઈ પારેજીયા (૪૨) રહે. ખાખરેચી, દિનેશભાઇ લખમણભાઈ વરસડા (૫૫) રહે. અણીયારી, ચેતનભાઈ કાંતિલાલ પારેજીયા (૩૮) રહે. રવાપર ઘુનડા રોડ, બાલાજી ફલેટ નં.૪ મોરબી, મનસુખભાઈ મુળજીભાઈ ફુલાણી (૫૩) રહે. ખાખરેચી, પ્રવિણભાઇ પ્રભુભાઈ કાલરીયા (૫૦) રહે. રોહિશાળા, કમલેશભાઇ ભાણજીભાઈ માકાસણા (૪૦) રહે. ખાખરેચી, જીતુભાઇ ધીરજભાઈ પારેજીયા (૪૨) રહે. રવાપર રોડ, ગજાનંદ સોસાયટી, ફલેટ નં.૩૦૨ મોરબી અને જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા (૪૨) રહે. ખાખરેચી  વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા ૬૭,૭૦૦ કબજે કરેલ છે. આ કામગીરી પીઆઇની સુચના મુજબ પીએસઆઇ ડી.કે.જાડેજા તથા સુરેશભાઈ પરમાર, સમરથસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, રાજેન્દ્રસિંહ સોલંકી, નંદલાલભાઈ મકવાણા વિપુલભાઇ કણઝરીયાએ કરી હતી.






Latest News