મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન અને તેના બે દીકરાએ યુવાનને મારમાર્યો


SHARE







મોરબીના સોખડા ગામની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન અને તેના બે દીકરાએ યુવાનને મારમાર્યો

મોરબીના સોખડા ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતીના ચેરમેન અને તેના બે દીકરાઓએ યુવાનને ભુંડાબોલી ગાળો આપીને ઢીકાપાટુ અને ધોકા વડે મારમાર્યો હતો જેથી યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં સોખડા ગામે રહેતા ચેતનભાઇ નથુભાઇ મકવાણા (28)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ ખીમાભાઇ મકવાણા, પ્રકાશ રમેશભાઇ મકવાણા અને વસંત ઉર્ફે કિશન રમેશભાઇ મકવાણા રહે. બધા સોખડા વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, આરોપી રમેશભાઇ ખીમાભાઇ સોખડા ગામમાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન હોતેમના હોદાનો દુરઉપયોગ કરી ગામના રહેવાસીઓને હેરાન કરતા હોજે ફરીયાદીના પિતા નથુભાઇ ખીમાભાઇને પસંદ ન હો જે આરોપી રમેશભાઇને સારૂ નહી લાગતા આરોપી રમેશભાઇ તથા તેમના દીકરા પ્રકાશભાઇ તથા વસંતભાઇફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી હતી અને ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે યુવાનને માથામાં તથા ડાબા પગમાં થાપાના ભાગે માર મારીને ઇજા પહોંચાડી હતી અને ફરીયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે બીએનએસની કલમ 115(2), 352, 351(3), 54 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.






Latest News