મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડના આરોપી સાગર ફૂલતરિયાની આગોતરા જામીન અરજી નામંજૂર, ધરપકડનો રસ્તો ખૂલ્યો


SHARE















મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડના આરોપી સાગર ફૂલતરિયાની આગોતરા જામીન અરજી નામંજૂર, ધરપકડનો રસ્તો ખૂલ્યો

અરજદારના વકીલની દલીલમાં અધિકારી-તલાટી ઉપર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ: અંગુઠો લગાવતા માણસ પાસે પાનકાર્ડ હોય !, 70 વર્ષના માણસની ઇન્કમ હોય ! તે તમારામાં જ જોવા મળે છેઆપણો દેશ પ્રગતિના પંથે છે ખેડૂતો પણ પાનકાર્ડ રાખતા થઈ ગયા છે: સેશન્સ જજ પણ આશ્ચર્યચકિત

મોરબી જિલ્લાના ચકચારી 602 જમીન કૌભાંડમાં ખોટા સરકારી દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને વારસાઈ નોંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક તે જમીનનું વેચાણ પણ કરી દેવામાં આવ્યું હતું. જોકે આ બાબત જમીનના મૂળ માલિકના ધ્યાન ઉપર આવતા તેમના દ્વારા તાત્કાલિક વાંધા અરજી કરવામાં આવી હતી અને તેમાં વારસદાર બનેલ મહિલા તરફ હુકમ કરવામાં આવેલ હતો જેથી જમીનના માલિકે કલેકટરમાં અપીલ કરી હતી જેમાં કલેકટરે સ્ટે આપ્યો હતો.દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ જમીન કૌભાંડની ફરિયાદ મહિલા સહિત બે સામે નોંધાયેલ છે જે પૈકીના એક આરોપીએ આગોતરા જામી મેળવવા માટે મોરબીની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.જેમાં બંને પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોના અંતે મોરબી સેશન્સ કોર્ટના જજ સાહેબ દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવેલ છે. 

મોરબીની સેશન્સ કોર્ટમાં ચકચારી જમીન કૌભાંડના આરોપી સાગર અંબારામભાઈ ફૂલતરિયા દ્વારા આગોતરા જામીન મેળવવા માટે થઈને વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી અને ગઈકાલે મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજીનું હિયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં આરોપીના વકીલએ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં હાઈ પ્રોફાઈલ કેસમાં આગોતરા જામીન માટે કોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમો રજૂ કર્યા હતા, અને કહ્યું હતું કેઅરજદાર તરઘરી ગામના સરપંચ છે, મોરબીમાં પરિવાર સાથે રહે છે, ધંધો રોજગાર મોરબીમાં જ છે, જેથી તેના આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તેવી દલીલ કરી હતી તે ઉપરાંત આરોપી મહિલાના પાનકાર્ડ માટેનો મુદો દલીલમાં આવેલ હતો.જેમાં અરજદારના વકીલે કરેલ દલીલના અંતે સેશન્સ જજ સાહેબે કહ્યું હતું કે, જે માણસ અંગુઠો લગાવતા હોય તેની પાસે પાનકાર્ડ હોય !, 70 વર્ષના માણસની ઇન્કમ હોય ! તે તમારામાં જ જોવા મળે છે, આપણો દેશ પ્રગતિના પંથે છે હવે ખેડૂતો પણ પાનકાર્ડ રાખતા થઈ ગયા છે. 

જ્યારે સામાં પક્ષેથી સરકારી વકીલ એન.ડી.કારીઆ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ ગુનાની શરૂઆત વર્ષ 2017 થી થયેલ છે અને વર્ષ 2017 માં હાલના અરજદાર આરોપી દ્વારા આરોપી મહિલા પાસેથી બાનાખત કરવામાં આવ્યું હતું જોકે જે સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવામાં આવ્યું છે.તે સ્ટેમ્પ પેપર મિલકત વેચનારે કે લેનાર દ્વારા લેવામાં આવેલ નથી અને થર્ડ પાર્ટી સ્ટેમ્પ પેપરનો ઉપયોગ થયેલ છે.જેથી આ સ્ટેમ્પ પેપર પણ ઊભો કરેલ હોવાની શક્યતા છે અને જે તે સમયે મહિલા જમીનમાં વારસદાર તરીકે નોંધાયેલ ન હતી જે અંગેની જમીન લેનારને ખબર હતી છતાં તેને જમીન લીધેલ છે જે તે સમયે ટાઈટલ ક્લિયર ન હતું. છતાં પણ વર્ષ 2017 માં બાનાખત કરવામાં આવ્યું ત્યારે તે અંગેની નોટિસ આપવામાં આવેલ નથી અને જે બાનાખત કરવામાં આવ્યું હતું.તેમાં કોઈપણ પ્રકારની ટાઈમ લિમિટ રાખવામાં આવી ન હતી !

આટલું જ નહીં પરંતુ વર્ષ 2017 થી લઈને 2014 સુધીમાં આ જમીન બાબતે કોઈ કાર્યવાહી બંને પક્ષેથી કરવામાં આવી ન હતી અને ત્યારબાદ વર્ષ 2024 માં બોગસ મરણના દાખલાસોગદનામાં આધારે વારસાઈ આંબો વગેરે જેવા રેકર્ડ ઉભા કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને વારસાઈ નોંધ કરાવવામાં આવી હતી અને જે વારસાઈ નોંધ કરાવવામાં આવેલ છે તેમાં પણ જે તે સમયે જમીનના મૂળ માલિક દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ વાંધો લેવામાં આવ્યો હતો અને પ્રાંત અધિકારી સમક્ષ બંને પક્ષેથી મરણના જુદા જુદા બે તારીખ વાળા દાખલા રજૂ થયા હતા તેમ છતાં પણ તેની ખરાઈ કરવામાં આવી ન હતી ! અને મહિલાની વારસાઈ એન્ટ્રી મંજૂર કરવામાં આવી હતી ! જેથી કરીને જમીનના મૂળ માલિક દ્વારા કલેક્ટરમાં અપીલ કરવામાં આવી હતી અને તે અપીલના કામે કલેક્ટર દ્વારા તપાસ કરાવ્યા બાદ સ્ટે આપવામાં આવ્યો હતો.

વધુમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, વર્ષ 2024 ના 10 માં મહિનામાં આઈડીએફસી બેન્કમાં સાગર ફુલતરીયા તથા શાંતાબેન પરમારનું એકાઉન્ટ ખોલાવવામાં આવેલ છે અને જે સમયે નાણાકીય લેવડ દેવડ સરકારી ચોપડે દર્શાવવામાં આવી છે ત્યારે જમીન લેનાર સાગર ફુલતરીયાના ખાતામાં રૂપિયા ન હતા ત્યારબાદ વેસ્ટ કોસ્ટ, આર.સી.એન્ટરપ્રાઇઝ અને મીત એન્ટરપ્રાઇઝમાંથી રૂપિયા સાગર ફૂલતરિયાના ખાતામાં આવ્યા હતા અને 83,70,000 શાંતાબેન પરમારને આપવામાં આવ્યા હતા અને પૈસા આપવામાં આવ્યાના 48 કલાકમાં તે રકમ વિડ્રો થઈ ગયેલ છે અને જેથી જે મહિલા દસ્તાવેજમાં અંગૂઠો લગાવતી હોય તેના દ્વારા નહીં પરંતુ ટીમ બનાવીને આ કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.જેથી કરીને આરોપીના આગોતરા જામીન મંજૂર ન કરવામાં આવે તેવી સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી.

આ સમગ્ર કૌભાંડમાં બોગસ વ્યક્તિ, બોગસ દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા છે.જેથી કરીને સિવિલ કેસ નથી પરંતુ આ ક્રિમિનલ કેસ છે જેથી હાલમાં નોંધાયેલ ફરિયાદમાં વધારાની તપાસ માટે થઈને પોલીસને આરોપીની કસ્ટડીની જરૂર હોય તેના આગોતરા જામીન મંજૂર ન કરવામાં આવે અને જો તેના આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો અન્ય આરોપીઓને તેના પેરિટીનું ગ્રાઉન્ડ મળી શકે તેમ છે અને સૌથી મોટી વાત કે કૌભાડ કરનારાઓ ડોક્યુમેન્ટ અને સાક્ષી સાથે ચેડા કરી શકે છે અને જે બાનાખત બનાવવામાં આવેલ છે તે આગોતરા જામીન માટે અરજી કરનાર સાગર ફુલતરીયા પાસે હોવાનું તેના જ વકીલ દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું છે જેથી કરીને તેની કસ્ટડી પોલીસને મળે તે જરૂરી હોવાથી આગોતરા જામીન અરજી નામંજૂર કરવા માટે સરકારી વકીલે દલીલ કરી હતી.આમ બંને પક્ષની દલીલને ધ્યાને રાખીને સરકારી વકીલની દલીલોને તથા આધાર પુરાવાઓને ધ્યાને રાખીને મોરબીની સેશન્સ કોર્ટના જજ ડી.પી.મહિડા સાહેબે સાગર ફૂલતરિયાની આગોતરા જામીન માટેની અરજી નામંજૂર કરેલ છે.






Latest News