મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે રહેતી મહિલાને તેના પતિ, સાસુ, નણંદ અને જેઠાણી દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં અને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તેને મેણાં ટોણાં મારીને ગાળો આપીને મારકૂટ પણ કરવામાં આવતી હતી જેથી હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે જોનાબેન રતિલાલ મુછડીયા (30)એ હાલમાં તેના પતિ રતિલાલ નથુભાઈ મુછડીયા, સાસુ સોમબેન નથુભાઈ મુછડીયા, નણંદ વિજુબેન નથુભાઈ મુછડીયા અને જેઠાણી રંજનબેન હરિભાઈ મુછડીયા રહે. બધા કૃષ્ણનગર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીને તેના પતિ, સાસુ, નણંદ અને જેઠાણી દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તથા ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને મેણાં ટોણાં મારીને ગાળો આપીને મારકૂટ પણ કરવામાં આવતી હતી આમ શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હોવાથી હાલમાં મહિલાએ તેના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News