મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને બે આશાસ્પદ યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ


SHARE







મોરબી નજીક અકસ્માત સર્જીને બે આશાસ્પદ યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ

મોરબીના જુના ઘુંટુ રોડે ડબલ સવારી બાઈકને ટ્રક ટ્રેલરના ચાલક હડફેટે લીધું હતું જેથી કરીને ઘટના સ્થળે જ એક યુવાનનું મોત નીપજયું હતું અને એક યુવાનને રાજકોટ સુધી સારવારમાં લઈ ગયા હતા જો કે, તેને પણ સારવાર કારગત ન નિવડતા તેનું પણ મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દીરાનગરમાં રહેતા સાગરભાઇ મોમજીભાઈ પાટડીયા (20)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ટ્રક ટ્રેલર નં. જીજે 39 ટી 6938 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ઘુંટુ રોડ ઉપર આવેલ કનૈયા પાન પાસેથી ફરિયાદીનો ભાઈ  સાવન મોમજીભાઈ પાટડીયા (18) અને તેનો મિત્ર યશ રમેશભાઈ માજુસા (21) ડબલ સવારી બાઇક લઈને જતાં હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધેલ હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ડબલ સવારીમાં જય રહેલા ફરિયાદીના ભાઇનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, યશ માજુસાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટેલર નંબર જીજે 39 ટી 6938 ના ચાલક આરોપી રામાશીશ રાજકુમાર રામ (31) રહે. સ્વસ્તિક લોજેસ્ટિક ટ્રાન્સપોર્ટ ગાંધીધામ મૂળ રહે. ઝારખંડ વાળાની મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News